પીવી સિંધુ બનશે વેંકટ દત્તા સાઈની દુલ્હન ઉદયપુરમાં ૨૨મીએ યોજાશે લગ્ન સમારંભ

  • December 03, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુના ચાહકો માટે સારા સમાચાર છે. પીવી સિંધુ ટૂંક સમયમાં લ કરવા જઈ રહી છે. તેમના લગ્ન  ૨૨ ડિસેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં થશે. સિંધુના ભાવિ પતિ વેંકટ દત્તા સાઈ સિનિયર આઈટી પ્રોફેશનલ અને પોસિડેકસ ટેકનોલોજીસના એકિઝકયુટિવ ડિરેકટર છે.
પીવી સિંધુના પિતા પીવી રમનાએ જણાવ્યું કે બંને પરિવાર એકબીજાને પહેલાથી ઓળખતા હતા, પરંતુ એક મહિના પહેલા જ સંબધં નક્કી થઈ ગયો હતો. સિંધુનું જાન્યુઆરીથી બેડમિન્ટનનું ખૂબ જ વ્યસ્ત શેડૂલ હશે, તેથી ડિસેમ્બર લગ્ન માટે સમય લાગતો હતો. લગ્ન  ૨૨ ડિસેમ્બરે ઉદયપુરમાં થશે અને રિસેપ્શન ૨૪ ડિસેમ્બરે હૈદરાબાદમાં થશે. આ પછી સિંધુ તેની ટ્રેનિંગમાં પરત ફરશે, કારણ કે આગામી સિઝન તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કોણ છે વેંકટ દત્તા સાઈ?
વેંકટ દત્તા સાઈ પોસીડેકસ ટેકનોલોજીસના એકિઝકયુટિવ ડિરેકટર છે. તેમના પિતા જી.ટી. વેંકટેશ્વર રાવ આ કંપનીના મેનેજિંગ ડિરેકટર છે અને ભારતીય રેવન્યુ સર્વિસમાં અધિકારી રહી ચૂકયા છે. રસપ્રદ વાત એ છે કે ગયા મહિને પીવી સિંધુએ આ કંપનીનો નવો લોગો લોન્ચ કર્યેા હતો. વેંકટ દત્તા સાઈએ જેએસડબલ્યુ અને સોલર એપલ એસેટ મેનેજમેન્ટ સાથે કામ કયુ છે. ડિસેમ્બર ૨૦૧૯ થી તેઓ પોસિડેક્ષ ટેકનોલોજીસમાં તેમની જવાબદારીઓ નિભાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News