પાકિસ્તાનના રાવલપિંડી માંથી હિંસાના સમાચાર આવ્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પાર્ટી-પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત ઉમેદવાર ચૌધરી મુહમ્મદ અદનાનની પોલીસની સામે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ચૌધરીએ 8 ફેબ્રુઆરીએ રાવલપિંડીના એનએ-57 અને પીપી-19 મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જોકે તેને સફળતા મળી ન હતી. અહેવાલ મુજબ, ચૌધરી પીટીઆઈના સંસદીય બાબતોના સભ્ય હતા. રાવલપિંડી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આ હત્યા સિટી પોલીસ ઓફિસર (સીપીઓ) ઓફિસની સામે સિવિલ લાઈન્સ વિસ્તારમાં કરવામાં આવી હતી.
પાકિસ્તાનની રાજનીતિ સાથે જોડાયેલા અગાઉના સમાચારો અનુસાર, નવી સરકાર બનાવવા માટે ઈમરાનના હરીફ નેતાઓ વચ્ચે વાતચીત થઈ રહી છે. અહેવાલ મુજબ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલની પાર્ટીના નેતાઓએ રવિવારે તેમની પ્રથમ બેઠક યોજી હતી. બંને પક્ષો વચ્ચે અડધી મુદત માટે વડા પ્રધાનની નિમણૂક કરવાની સંભાવના પર ચચર્િ થઈ હતી. સૂત્રો મુજબ લાહોરના બિલાવલ હાઉસમાં રવિવારે બેઠક યોજાઈ હતી.સામાન્ય ચૂંટણી 2024માં મળેલા જનાદેશને ધ્યાનમાં રાખીને દેશની રાજકીય સ્થિરતા માટે સહકાર આપવા બંને પક્ષો સૈદ્ધાંતિક રીતે સંમત થયા હતા. આ બેઠકમાં પીપીપી-સંસદના અધ્યક્ષ આસિફ અલી ઝરદારી, પીપીપી અધ્યક્ષ બિલાવલ-ભુટ્ટો ઝરદારી અને પીએમએલ-એન તરફથી ભૂતપૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફ હાજર રહ્યા હતા. 2013માં પીએમએલ-એન અને નેશનલ પાર્ટી (એનપી)એ બલૂચિસ્તાનમાં સત્તા વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરી હતી. બંને પક્ષોના મુખ્યમંત્રી પદના ઉમેદવારોએ પાંચ વર્ષની મુદતના અડધા સમય માટે આ પદ સંભાળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech