રાજય અને દેશભરમાં અત્યતં ચકચાર જગાવનાર ખ્યાતિ કાંડે ભારત સરકારની ઉદાર ભાવે બનાવેલી આયુષ્માન ભારત યોજના ને લઈને કેટલાક સવાલો ઊભા કર્યા હતા. આ મુદ્દે સંસદમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સવાલ ઉઠાવ્યો હતો જેના જવાબમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.ફેબ્રુઆરી–૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં પીએમજેમાં ગે૨૨ીતિ કરવા સાથે સંકળાયેલા હોય તેવા કુલ ૯ તબીબો અને ૭૧ હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે.
ભારત સરકારે દર્દીઓને સહાય કરવા ઉદારભાવે બનાવેલી આયુષ્યમાન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજે)નો લેભાગુ તબીબો, એજન્ટો અને હોસ્પિટલોએ મોટાપાયે ગેરલાભ ઉઠાવ્યાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ફેબ્રુઆરી–૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં પીએમજેમાં ગે૨૨ીતિ કરવા સાથે સંકળાયેલા હોય તેવા કુલ ૯ તબીબો અને ૭૧ હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આવી હોસ્પિટલો પાસેથી કુલ ૧૫.૦૮ કરોડ પિયાની વસૂલાત કરાય છે અને ૧૯.૯૦ કરોડ પિયાની રકમનો દડં કરાયો છે.
આ ઉપરાંત પીએમજે કાર્ડ કાઢી આપવામાં ૨૦૧૮થી ૨૧ના કેગના રિપોર્ટમાં એક જ મોબાઇલ નંબર ઉપરથી કાર્ડનું રજીસ્ટ્રેશન થયું હોય તેવા ગુજરાતના કુલ ૫૮,૦૬૦ કિસ્સા તંત્રના ધ્યાન ઉપર આવતા સસ્પેન્ડ કરાયા છે. ત્યારે બે હોસ્પિટલને પેનલમાંથી હટાવવામાં આવી છે.
પીએમજે કાર્ડના દુપયોગ થકી ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યા બાદ તત્રં જાગ્યું છે પરંતુ તે સિવાય પણ અનેક હોસ્પિટલો અને તબીબોએ તેનો દુપયોગ કર્યેા છે. લોકસભામાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પૂછેલા એક સવાલના જવાબમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ૭ ફેબ્રુઆરીએ આપેલા જવાબમાં જણાવાયું હતું કે દેશભરમાં કુલ ૧૧૧૪ હોસ્પિટલોને પીએમજેની પેનલમાંથી હટાવાઈ છે અને ૧૫૦૪ હોસ્પિટલો ઉપ૨ ૧૨૨ કરોડ પિયાનો દડં કરાયો છે. ૫૪૯ હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઇ છે. તેમાંથી ગુજરાતમાં ૯ તબીબો અને ૭૧ હોસ્પિટલોને પીએમજે યોજનામાં વિવિધ પ્રકારની ગેરરીતિ સબબ હોસ્પિટલને બ્લેક લીસ્ટેડ કરાઇ છે. દરમિયાન કેગના ૨૦૧૮થી ૨૧ના વર્ષ દરમિયાન પીએમજે યોજનાના ઓડિટ રિપોર્ટમાં દેશભરમા એક જ નંબરથી કાર્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી. તેમાં અનેક લાભાર્થીને ખોટી રીતે પણ જોડવામાં આવ્યા હતા.
જો કે આ મામલે મંત્રાલય દ્રારા એવી સ્પષ્ટ્રતા કરાઇ હતી કે કેટલાક કિસ્સામાં વ્યકિતઓ જેમની પાસે મોબાઇલ નંબર ન હોય તેમના કાર્ડ બનાવવા અધિકૃત ઓપરેટરોએ પોતાનો મોબાઇલ નંબર કે ૧૦ આંકડાના નંબરનો ઉપયોગ કર્યેા હતો. ગુજરાતમાં આવા ૫૮૦૬૦ કિસ્સામાં એક જ નંબર પરથી લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરાયું હોવાનું તે સમયે બહાર આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech