ભારતે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. તેમનું સરેરાશ વજન ૧૩૦થી વધીને ૧૬૫ ગ્રામ થયું છે. ઊંચાઈ પણ ૦.૨૨થી વધીને ૦.૪૬ સેમી થઈ છે. વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો આ સુધારાઓનું શ્રેય ૨૦૧૭માં શરૂ કરાયેલ પીએમ માતૃ વંદના યોજનાને આપે છે. રિપોર્ટ અનુસાર, આ યોજનાથી મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો લાવવાના પ્રયાસો થયા છે. ગર્ભવતી મહિલાઓની સંખ્યાના સંદર્ભમાં તે વિશ્વની સૌથી મોટી રોકડ ટ્રાન્સફર યોજના છે. રિપોર્ટમાં ૨૦૦૫થી ૨૦૨૧ સુધીના ૯૬,૦૦૦થી વધુ બાળકોના જન્મ રેકોર્ડ અને રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
૧૦૦ દેશોની સરકારો આવી યોજનાઓ દ્વારા ૧.૩ અબજ લોકોને લાભ આપી રહી છે. ભારતમાં ૨૦૦૫ થી ૨૦૧૬ દરમિયાન એક કરોડ સગર્ભા સ્ત્રીઓને જનની સુરક્ષા યોજનામાં સામેલ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૧૭માં મોટી સંખ્યામાં સગર્ભા સ્ત્રીઓ અને નવી માતાઓને પીએમ માતૃ વંદના યોજનામાં સામેલ કરવામાં આવી હતી. ૨૦૨૦ સુધીમાં, પહેલી વાર માતા બનનારી ૫૪ ટકા મહિલાઓ તેમાં નોંધાઈ ગઈ હતી.
અહેવાલ મુજબ, વિશ્વ આરોગ્ય સંગઠનના ધોરણો મુજબ બાળકોની ઊંચાઈ અને વજનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. વજનમાં આ વધારો 130થી 165 ગ્રામની રેન્જમાં હતો. જ્યારે ઊંચાઈમાં 0.22 થી 0.46 સેમીનો સુધારો જોવા મળ્યો હતો. યોગ્ય પોષણ અને સંભાળના અભાવે, ભારતમાં લાખો બાળકો તેમની ઉંમર પ્રમાણે વિકાસ કરી શકતા નથી. તેઓ અનેક રોગોનો ભોગ પણ બને છે. આ યોજના 5000 રૂપિયાનું કવરેજ પૂરું પાડે છે. જો કે, વિવિધ કારણોસર, સરેરાશ માત્ર 50 ટકા રકમ મળે છે. જો સંપૂર્ણ રકમ મળે છે, તો વધુ સુધારો થઈ શકે છે.
૧,૪૦૧ કે તેથી ઓછી સહાય મેળવતી મહિલાઓની સંખ્યા ૯૨ ટકાથી ઘટીને ૬૭ ટકા થઈ ગઈ, જ્યારે ૧,૪૦૧ કે તેથી વધુ સહાય મેળવતી મહિલાઓની સંખ્યા આઠ ટકીથી વધીને ૩૩ ટકા થઈ ગઈ છે. ડેરી, ઈંડા, માંસ, માછલી અને ફળો અને શાકભાજી મેળવતા 6-23 મહિનાના બાળકોની ટકાવારી વધી છે. ગર્ભાવસ્થા નોંધણી 93 ટકાથી વધીને 97.4 ટકા થઈ અને સંપૂર્ણ બાળકની રસીકરણ 70 ટકાથી વધીને 82 ટકા થઈ છે.