ભારતના પીએમ ચાર દાયકા પછી લેશે ગ્રીસની મુલાકાત, બ્રિક્સ સમિટમાં પીએમ મોદીની ચિનફિંગ સાથે મુલાકાત શક્ય

  • August 19, 2023 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PM નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે 22 થી 25 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત લેશે. મોદી ગ્રીસના વડાપ્રધાન કાઈરિયાકોસ મિત્સોતાકીસના આમંત્રણ પર ગ્રીસ જઈ રહ્યા છે. તાજેતરના વર્ષોમાં ભારતે ગ્રીસ સાથેના સંબંધો પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. બ્રિક્સ બેઠક દરમિયાન પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી શક્યતા છે.


મોદી ગ્રીસના વડાપ્રધાન કાઈરિયાકોસ મિત્સોતાકીસના આમંત્રણ પર ગ્રીસની મુલાકાતે જશે. તાજેતરના વર્ષોમાં ભારતે ગ્રીસ સાથેના સંબંધો પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. તેની પાછળનું એક કારણ તુર્કીનું ભારત વિરોધી વલણ છે. તુર્કીએ દરેક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પાકિસ્તાનના સૂર સાથે સૂર મેળવી રહ્યું છે.


બીજી બાજુ તુર્કી અને ગ્રીસ વચ્ચેના સંબંધો ખૂબ જ વણસેલા છે. આવી સ્થિતિમાં ભારત અને ગ્રીસ નજીક આવી રહ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે વર્ષ 2019 પછી પ્રથમ વખત બ્રિક્સ સમિટ ભૌતિક રીતે યોજાવા જઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉપરાંત અન્ય તમામ દેશોના વડાઓ તેમાં ભાગ લેશે.


આ વખતે આફ્રિકન દેશો સાથે બ્રિક્સ નેતાઓની ખાસ બેઠક થવાની છે. આ માટે દક્ષિણ આફ્રિકાએ કેટલાક આફ્રિકન દેશોને આમંત્રિત કર્યા છે. જ્યારે બ્રિક્સ સંગઠનના વિસ્તરણને લઈને પણ વાતચીત થવાની છે. આ માટે 'બ્રિક્સ પ્લસ' નામની એક અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.


પીએમ મોદી અને ચિનફિંગની મુલાકાત સંભવ

નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે બ્રિક્સના વિસ્તરણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે અને તેમાં કેટલાક દેશોને પણ સામેલ કરવામાં આવશે. ઈરાનનો પણ બ્રિક્સના નવા સભ્ય તરીકે સમાવેશ થાય તેવી શક્યતા છે. બ્રિક્સ બેઠક દરમિયાન પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરે તેવી અપેક્ષા છે. બંને નેતાઓ ડિસેમ્બર 2022માં બાલીમાં જી-20 બેઠક દરમિયાન પણ મળ્યા હતા. બંને દેશો વચ્ચેના સૈન્ય તણાવને જોતા આ બેઠક ખૂબ મહત્વની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application