બ્રિટનમાં મેની 2જીએ વિવિધ મ્યુનિસીપાલિટીઝમાં કે-કોર્પોરેશનમાં મેયરોની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે વડાપ્રધાન ઋષિ શુનકે ’સ્કાય-ન્યૂઝ’ને રવિવારે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દેશમાં વહેલી સંસદીય ચૂંટણી યોજાવાની શક્યતા નકારી શકતા નથી. આ મુલાકાતમાં ઋષિ શુનકે સંવાદદાતાએ વારંવાર સામાન્ય ચૂંટણી વિષે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં વડાપ્રધાને આ પ્રમાણે કહ્યું હતું. હકીકત તેમ છે કે નોર્થ-ઈસ્ટસ્વીચ અને સેન્ટ્રલ સફાકેના ટોરી સાંસદ ડોક્ટર દાન પોઉલ્ટર પક્ષ પલટો કરી લેબર પાર્ટીમાં ભળી ગયા છે. તેઓનો આક્ષેપ છે કે નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) અંગે ટોરી સરકારની કાર્યવાહી અપૂરતી છે. ઋષિ શુનકે સ્કાય-ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે વહેલી ચૂંટણી યોજવા અંગે વારંવાર પ્રશ્નો પૂછી દબાણ કરવા વડાપ્રધાને કહ્યું હતું કે, હું સમગ્ર વર્ષ દરમિયાન એકની એક જ વાત કહી રહ્યો છું. તે પરથી તમારે જે તારણ તારવવું હોય તે તારવો. આથી વિશેષ, મારે તે વિષે કશું કહેવાનું નથી. ઋષિ શુનકના આ વિધાનો પરથી વિશ્લેષકો સ્પષ્ટ તારણ આપે છે કે મે-જૂન તો યુકેમાં બહુ ગરમ હોય છે તેથી મોડામાં મોડી જુલાઈ મહિનામાં તેઓ ચૂંટણી આપી જ દેશે તેવા સ્પષ્ટ સંકેત તેઓનાં આ વિધાનોથી મળે છે. તેઓ અત્યારે મેની બીજીએ બ્રિટનની વિવિધ નગરપાલિકાઓની ’નગરપતિ’ની (મેયર)ની ચૂંટણી ઉપર લક્ષ કેન્દ્રિત કરી રહ્યા છે. તે સર્વવિદિત છે કે ભારતથી તદ્દન વિપરિત પશ્ચિમના દેશોમાં મેયરનું મહત્વ ડેપ્યુટી મીનિસ્ટર જેટલું હોય છે. મોટા શહેરોના મેયરોનું મહત્વ તો રાજ્યકક્ષાના મંત્રી જેટલું હોય છે. ભારતમાં બ્રિટિશ શાસનથી મેયર કરતા ચીફ ઓફીસર કે મ્યુનિ.કમીશ્નરનું જ ચલણ વધુ છે. પશ્ચિમના દેશોમાં તેમ નથી. તેથી બ્રિટનની 2જી મેના દિને યોજાનારી મેયરની ચૂંટણીઓ પરથી ગણતરી બાંધી શુનક સામાન્ય ચૂંટણી જાહેર કરાવે તે સંભવિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech