બેડી યાર્ડમાં PM મોદીનું હેલિકોપ્ટર ઉતર્યું, મોદીની એક ઝલક જોવા રોડની બંને સાઈડ લોકોનો મેળાવડો, મિનિ રોડ-શો જેવો નજારો
બેડી યાર્ડમાં PM મોદીનું હેલિકોપ્ટર ઉતર્યું, મોદીની એક ઝલક જોવા રોડની બંને સાઈડ લોકોનો મેળાવડો, મિનિ રોડ-શો જેવો નજારો
January 11, 2026 02:12 PM
સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજર રહ્યા બાદ પીએમ મોદી રાજકોટ વાયબ્રન્ટ સમિટના ઉદ્ધાટન માટે રાજકોટ આવી પહોંચ્યા છે. શહેરના બેડી યાર્ડમાં તેમનું હેલિકોપ્ટર ઉતર્યું હતું. બાદમાં બાય રોડ મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ સમિટમાં જવા રવાના થયા હતા. આ સમયે બેડી યાર્ડની બહાર રોડની બંને સાઈડ મોદીની એક જલક જોવા માટે લોકોનો મેળાવડો જામ્યો હતો. જેવા મોદી નીકળ્યા કે લોકોએ મોદી...મોદી...ના નારા લગાવ્યા હતા.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2003થી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે અને હવે રિજનલ કક્ષાએ આ સમિટ યોજાઈ રહી છે, ત્યારે તેની મદદથી અનેક લોકો ઉદ્યોગપતિઓ બન્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના ઔધોગિક ઉત્પાદનો માટે ગુજરાત હબ રહ્યું છે. અહીંના ઉદ્યોગપતિઓને ખૂબજ મોટી તક આ સમિટથી મળવા જઈ રહી છે. પ્રવાસન ક્ષેત્રે સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોને વિકસાવવામાં આવ્યા છે. જેથી તેનો પણ વિકાસ થઈ રહ્યો છે . આ ઉપરાંત જળ, પવન અને સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી પર્યાવરણને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.