સોમનાથમાં PM મોદીએ બંને હાથમાં ડમરૂ લઈ વગાડ્યા, 108 અશ્વો સાથે ભવ્યાતિભવ્ય શૌર્ય યાત્રા, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા
સોમનાથમાં PM મોદીએ બંને હાથમાં ડમરૂ લઈ વગાડ્યા, 108 અશ્વો સાથે ભવ્યાતિભવ્ય શૌર્ય યાત્રા, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા
January 11, 2026 10:13 AM
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે. આજે (11મી જાન્યુઆરી) પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ-શો (શૌર્યયાત્રા) યોજાઈ છે. જેમાં 108 અશ્વો સાથે શૌર્યયાત્રા યોજાતા અદભૂત નજારો સર્જાયો હતો. નરેન્દ્ર મોદીએ બંને હાથમાં ડમરૂ લઈ વગાડતા અલૌકિક નજારો સર્જાયો હતો.
શૌર્યયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમચી પડ્યા છે. રસ્તાની બંને બાજુ લાઈનબદ્ધ હજારો સંખ્યા નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા ઉભા રહી ગયા હતા. લોકોએ નરેન્દ્ર મોદી પર પુષ્પાવર્ષા કરી હતી. આ દૃશ્યો જોઈ લોકો અભિભૂત થઈ ગયા હતા. અશ્વો પર સવાર ગુજરાત પોલીસના જવાનોએ માથા પર સાફા ધારણ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું હતું. ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદી શૌર્ય યાત્રામાં સામેલ થયા છે. મોદી સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. શૌર્યયાત્રાના રૂટને ભગવાથી રંગી દેવામાં આવ્યો છે.