PM મોદીએ દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું કર્યુ ઉદ્ધાટન

  • February 13, 2023 03:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

PM નરેન્દ્ર મોદીએ દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું આજે ઉદ્ધાટન કર્યુ હતુ. જેમાં તેમણે દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું ઉદ્ધાટન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ એક્સપ્રેસ વે ૧૩૮૬ કિલોમીટરનો છે. મહત્વનું છે કે, હવે દિલ્હીથી રાજસ્થાનના જયપુર સુધી પહોચવા માટે માત્ર ત્રણ કલાકનો જ સમય લાગશે. અને આપણે દિલ્હીથી મુંબઈના અંતરની વાત કરીએ તો પહેલા ૨૪ કલાક થતુ હતુ જે હવે ઘટીને ૧૨ કલાક થઈ જશે.


આજે ઉદ્ધાટન કરવામાં આવેલા એક્સપ્રેસ વેની જો વાત કરીએ તો દેશના છ રાજ્યમાંથી આ રસ્તો પસાર થશે. અને આ છ રાજ્યોમાં લોકસભાની સીટની વાત કરીએ તો ૧૪૫ લોકસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આ લોકસભાની સીટમાં દિલ્હીમાં ૭, હરિયાણમાં ૧૦, રાજસ્થાનમાં ૨૫, મધ્યપ્રદેશમાં ૨૯, ગુજરાતમાં ૨૬, મહારાષ્ટ્રમાં ૪૮ મળી કુલ બેઠક ૧૪૫ છે. આમ રાજ્યોમાં આગામી દિવસોમાં આવતી ચૂંટણીમાં આ એક્સપ્રેસ વેનો ફાયદો ઉઠાવવાનો ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાસ કરશે. અને જો તેમાં સફળ થશે તો ભાજપને મોટો ફાયદો થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application