આજે કાર્યકારી પીએમ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યારે બોલિવૂડથી લઈને સાઉથ સુધીની હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે 7.15 કલાકે તેમને શપથ લેવાડાવ્યા હતા. આવી સ્થિતિમાં બોલિવૂડથી લઈને સાઉથ સુધીની મોટી હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચી છે.
શાહરૂખ ખાન
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન વડાપ્રધાનના શપથ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તે કાળી શેરવાની અને કાળા સનગ્લાસ પહેરીને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતા જોવા મળ્યો હતો.
અક્ષય કુમાર
'ખિલાડી' અભિનેતા અક્ષય કુમાર પણ વડાપ્રધાનના શપથ સમારોહનો સાક્ષી બન્યો હતો. અભિનેતા ગુલાબી રંગના શર્ટ અને બ્લેક પેન્ટ સાથે ફોર્મલ લુકમાં જોવા મળ્યો હતો.
કંગના રનૌત
હાલમાં જ ભાજપની સાંસદ બનેલી અભિનેત્રી કંગના રનૌત પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી હતી. અભિનેત્રી ગોલ્ડન કલરની સાડી સાથે મેચિંગ નેકલેસ અને ઈયરિંગ્સ પહેરેલી જોવા મળી હતી.
રજનીકાંત
સુપરસ્ટાર રજનીકાંત પણ શપથ સમારોહ માટે પહોંચ્યા હતા. રજનીકાંત સફેદ રંગનો કુર્તા-પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા.
સુરેશ ગોપી
કેરળના ત્રિશૂરથી ભાજપના સાંસદ અને અભિનેતા સુરેશ ગોપી પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે સુરેશ આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. કેન્દ્રીય મંત્રી બનનાર તેઓ કેરળના પ્રથમ બીજેપી સાંસદ હશે.
મુકેશ અંબાણી-અનંત અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી પણ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા હતા.
વિક્રાંત મેસી અને રાજકુમાર હિરાણી
વિક્રાંત મેસી અને ફિલ્મ મેકર રાજકુમાર હિરાની પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે જોવા મળ્યા હતા. આ દરમિયાન વિક્રાંત સફેદ શર્ટ સાથે બ્લુ બ્લેઝર પહેરેલો જોવા મળ્યો હતો.
પ્રસૂન જોષી
પીએમના શપથ સમારોહમાં ભાગ લેવા માટે ગીતકાર પ્રસૂન જોશી પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
આ સિવાય અનુપમ ખેર અને કૈલાશ ખેર સહિત અન્ય ઘણી હસ્તીઓ વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહનો ભાગ બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech