પીજીવીસીએલ દ્વારા વર્ગ-4 ટેક્નિકલ કર્મચારીઓને વર્ગ-૩ જુનિયર આસિસ્ટન્ટ બનવા માટે સેમિ ડાયરેક્ટ રિક્રૂટમેન્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અંતર્ગત આઠસો જેટલા કર્મચારીઓની અરજી બાબતે એચ.આર. વિભાગ દ્વારા તારીખ 23 માર્ચના રોજ લેખિત ભરતી પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
દરમિયાન હાલ નાણાકીય વર્ષના અંતિમ માર્ચ માસમાં લેવાનારી લેખિત કસોટી મામલે ઊર્જા એસ.સી, એસ.ટી એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા હાલ નાણાકીય વર્ષના અંતિમ માસમાં વર્ગ ત્રણ કર્મચારીઓ ડેબિટ એરિયર્સ પ્રોગ્રામમાં તા. ૩૧ માર્ચ સુધી વ્યસ્ત હોવાથી ૨૩ માર્ચની ખાતાકીય પરીક્ષા માટે તૈયારીઓ કરી શકે તેમ ન હોવા બાબતે આ પરીક્ષાની માર્ચ માસ પછીની તારીખ જાહેર કરવા એમડીને રજૂઆત કરાઈ હતી. જેમાં જનરલ સેક્રેટરી જે.એમ.સોસાએ એપ્રિલના બીજા અઠવાડિયામાં બીજા શનિવાર અથવા રવિવારે રાખવામાં આવે તે માટે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી આપવા એસોસિએશનની તમામ કર્મચારીઓ વતી રજૂઆત કરી હતી. જે અનુસંધાને એચઆર વિભાગ દ્વારા 23 માર્ચની ભરતી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. તેમજ આ પરીક્ષાની નવી તારીખ સ્થળ સમય વગેરે હવે પછી જાહેર કરાશે તેમ જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech