પીસીબીની ટીમે મોબાઈલ આઈડીમાં સટ્ટો-તીનપતી રમતા બે શખસોને ઝડપ્યા

  • March 28, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર પીસીબીની ટીમે લક્ષ્મીવાડીમાં મોબાઈલ આઈડી ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા અને ડો.દસ્તુર માર્ગ પર સરદારનગરમાં મોબાઈલમાં લાઈવ કેસીનોમાં તીનપતીનો જુગાર રમતા બે શખસોને ઝડપી લઇ બંનેના મોબાઈલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ પીસીબીનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પાસે લક્ષ્મીવાડી શેરી નં-16 પર શખ્સ મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોવાનું જોવા મળતા શખસ પાસે પહોંચી નામ પૂછતાં પોતાનું નામ સલીમ હાજીભાઇ કુરેશી (રહે-કીર્તિધામ સોસાયટી, કોઠારીયા મેઈન રોડનો હોવાનું જણાવતા શખસ પાસે રહેલો મોબાઈલ ચેક કરતા ક્રિકેટ આઈડીમાં સનરાઈઝ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ વચ્ચેની ચાલતી મેચ ઉપર હારજીતના રનનો જુગાર રમતો હોવાનું જોવા મળતા પોલીસે મોબાઈલ કબ્જે કરી શખસની અટકાયત કરી ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.જયારે બીજા દરોડામાં ડો.દસ્તુરમાર્ગ પર સરદારનગરમાંથી અંકિત રાજેશભાઈ સેદાણી (રહે-ગોકુલ ટેર્નામેન્ટ, 150 ફૂટ રોડ) નામનો શખસ મોબાઈલફોનમાં લાઈવ કસીનોમાં તીનપતીનો જુગાર રમતા પકડી પાડી મોબાઈલ કબ્જે કરી કાર્યવાહી કરી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application