શહેરના કુવાડવા રોડ ઉપર આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પીસીબીએ દરોડો પાડી બેટરીના પાર્સલની આડમાં હરિયાણાથી આવેલો 191 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે પાર્સલ લેવા આવેલા શખસને ઝડપી પાડી 1,39,517નો મુદામાલ કબ્જે કરી શખસની પુછપરછ હાથ ધરતા આ દારૂ મોરબી સેટેલાઇટ ચોકમાં રહેતા રસિક દુધાગરાએ હરિયાણાથી મોકલ્યો હોવાની કબૂલાત આપતા રસિકની શોધખોળ હાથ ધરી છે.
પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલિયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ.કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઈ મેતાને ચોક્કસ બાતમી મળી હતી કે, કુવાડવા રોડ ઉપર આવેલા લાલજી મુળજી ટ્રાન્સપોર્ટમાં આવેલા કેટલાક બોક્સમાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો છે અને આ બોક્સ લેવા માટે એક વ્યક્તિ ઉભો છે. જે હકીકતના આધારે પીસીબીની ટીમે ગોડાઉનમાં પહોંચી બેટરીના શંકાસ્પદ જણાતા 31 જેટલા બોક્સ ખોલી જોતા તેમાંથી ઈંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની 191 બોટલ કી.રૂ.1,39,517ની મળી આવતા આ બોક્સ લેવા આવનાર મોરબી રોડ રેલવે ફાટક પાસે રાધિકા પાર્ક-3માં રહેતા રવિ રાઘવજીભાઈ હિરપરાને ઝડપી પાડી પોલીસ મથકએ લઈ જઈ પુછપરછ હાથ ધરતા આ દારૂ મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોકમાં રહેતા રસિક જ્યંતિભાઈ દુધાગરાએ હરિયાણાથી બેટરીના બોક્સમાં કવરિંગ કરી પાર્સલ કરી મોકલ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રસિક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.આજી જીઆઇડીસી નજીક કારમાંથી 22 બોટલ દા મળી આવ્યો: ચાલકની શોધ
થોરાળા પોલીસે આજી જીઆઇડીસી નજીક કારખાના પાસેથી કારમાંથી ઈંગ્લીશ દારૂની 22 બોટલ મળી આવતા દારૂની બોટલ અને કાર મળી કુલ રૂ.2,11,000 નો મુદામાલ કબ્જે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. થોરાળા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે આજી જીઆઇડીસી મેઈન રોડ ઉપર માઈક્રો મેન્યુફેક્ચર નામના કારખાના સામે જીજે-03-એમઈ-3568 નંબરની સ્વિફ્ટ કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચતા રેઢી પડેલી કારની તલાસી લીધી હતી જેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-22 કી.રૂ.11000નો મળી આવતા કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.2,11,000નો મુદામાલ કબ્જે કરી કાર અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ગૌતમનગરમાં મકાનમાં છુપાવેલો 24 બોટલ દારૂ મળી આવ્યો: એક ઝબ્બે
લક્ષ્મીનગરના નાલાતબી આગળ ગૌતમનગર શેરી નં-4માં રહેતો દિપક દિનેશભાઇ બહુકીયા પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ વેંચાણ અર્થે રાખ્યો છે. જે બાતમીના આધારે ડીસીબીની ટીમે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડતા નીચેના રૂમમા સેટી પાસે સંતાડેલી દારૂની પેટીઓ ખોલીને જોતા તેમાંથી 24 બોટલ કી.રૂ.18888ની મળી આવતા મકાનમાં હાજર દિપક દિનેશભાઇ બહુકીયાની અટકાયત કરી ગુનો નોંધી દારૂ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
સોની બજારમાં દુકાનમાંથી દારૂ -બિયર સાથે બે ઝડપાયા
સોની બજારમાં ખોજાનાકા ચોક પાસે એસ.કે.ગોલ્ડ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલી વી.એસ.જવેલર્સ નામની દુકાનમાં ઈંગ્લીશ દારૂ રાખવામાં આવ્યો હોવાની ચોકકસ બાતમી એ-ડિવિઝન પોલીસને મળતા દુકાનમાં દરોડો પાડી શત્રુઘન બસારીભાઈ સામંત (મૂળ બંગાળ હાલ રહે-રામનાથપરા શેરી નં-4) અભિજીત તરુણભાઇ મંડલ (મૂળ બંગાળ હાલ રહે-જુમ્મા મસ્જિદ ચોક, રામનાથ પરા)ને ઝડપી દુકાનની તલાસી લેતા કાળા કલરના થેલામાંથી ઈંગ્લીશ દારૂની 12 દારૂની બોટલ છ જેટલા બિયરના ટીન મળી આવતા કુલ રૂ. 7800નો મુદામાલ કબ્જે ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech