શહેરના ચિત્રકુટધામ સોસાયટી પાસે ચિત્રકુટ એપાર્ટમેન્ટના ફલેટમાં જુગાર રમતા છ શખસોને પીસીબીએ ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂ. 52,900 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જયારે બી ડિવિઝન પોલીસે બે દરોડામાં સાત શખસોને ઝડપી લીધા હતાં.
જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ, રાહુલગીરી અને કોન્સ્ટેબલ યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પર શ્રી ચિત્રકૂટધામ સોસાયટી શેરી નંબર-1 માં આવેલા શ્રી ચિત્રકૂટ એપાર્ટમેન્ટ એ વીંગ ફલેટ નંબર 203 માં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 52,900 કબજે કયર્િ હતા.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં ફ્લેટધારક વિનોદ તુલસીભાઈ રાઠોડ(ઉ.વ 64) તથા ગિરીશપરી ગોરધનપરી ગોસ્વામી(ઉ.વ 44 રહે. રિદ્ધિસિદ્ધિ સોસાયટી શેરી નંબર 2, ગોંડલ ચોકડી પાસે), સાગર વિજયભાઈ સોનછત્રા(ઉ.વ 26 રહે. કેવડાવાડી મેઇન રોડ, રાજકોટ) અશ્વિન ઉર્ફે આર્યન મગનભાઈ મકવાણા(ઉ.વ 35 રહે. વિજય પ્લોટ શેરી નંબર 25), મુકેશ લક્ષ્મીદાસ કોટક(ઉ.વ 62 રહે. સોની બજાર દરબારગઢ ચોક), હનીફ અશરફભાઈ હાલાણી(ઉ.વ 40 રહે. જિલ્લા ગાર્ડન ચોક પાસે ઘાંચીવાડ શેરી નંબર 5) નો સમાવેશ થાય છે.
જુગારના અન્ય દરોડામાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ. રાણેના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ રાજદીપભાઈ પટગીર અને પંકજભાઈ માળીને મળેલી બાતમીના આધારે પેડક રોડ પર ઠાકરધણી ચાની હોટલ પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લઇ જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતા. જેમાં જુસબ જુમાભાઈ લંઘા(ઉ.વ 68 રહે. પેડકરોડ આર્યનગર), દિલીપ કનૈયાલાલ વેકરીયા(ઉ.વ 64 રહે. સિદ્ધિવિનાયક પાર્ક 1), ચંદ્રકાંત હીરાલાલ સતવાણી (ઉ.વ 58 રહે. પેડક રોડ રંગાણી હોસ્પિટલ પાસે), મનસુખ વિઠ્ઠલભાઈ ગોહેલ(ઉ.વ 69 રહે. માર્કેટિંગ યાર્ડ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નંબર 16) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 12,580, બે મોબાઈલ ફોન સહિત રૂપિયા 15,580 નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. આ સિવાય બી ડિવિઝન પોલીસે અન્ય દરોડામાં હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ હાર્દિક ગાજીપરાની બાતમીના આધારે સંત કબીર રોડ પર ગાયત્રી મેન્શન પાછળ શક્તિ સોસાયટી શેરી નંબર 2 નંદુબાગ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ભરત મંગળદાસ પોપટ(ઉ.વ 63 રહે. સંત કબીર રોડ), દિલીપ ભુપતભાઈ કોટક (ઉ.વ 56 રહે. મોરબી) અને મહેશ ગગજીભાઈ ડોડીયા (ઉ.વ 52 રહે. કુવાડવા રોડ)નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 10,400 કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech