રાજકોટ શહેર પોલીસમાં અત્યાર સુધી દબદબો કે એકચક્રી શાસન ધરાવતી ડીસીબી (ક્રાઈમ બ્રાંચ)નુંં વજુદ હવે પીસીબી પાવરમાં આવતા થોડું ઘટશે. જો કે, અત્યારે તો ડીસીબીના જ ચોકકસ કુનેહ ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓને પીસીબીમાં મુકવામાં આવ્યા છે એટલે આ સ્ટાફ માટે નવું કઈં નહીં માત્ર સ્થળ બદલાયું કામ તો એ ને એ જ કરવાનું છે. ડીસીબીની ટીમ પીસીબીમાં આવ્યાની સાથે જ પીસીબીમાં હજુ કોઈ પીઆઈનું પોસ્ટીંગ થયું નથી પરંતુ ચાર્જ ડીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલીયાને સોંપાયું હોવાનું જાણવા મળે છે. આમ હવે ડીટેકશન સાથે કલેકશન ડબલ દોરે કામ થશે તેવી ચર્ચાઓ આરંભાઈ છે.
રાજકોટ શહેર પોલીસમાં અત્યાર સુધી ડીસીબીથી ચલાવાતું હતું. નવા પોલીસ કમિશનર આવ્યા બાદ તેઓેએ પીસીબીને પ્રમોટ કરી અથવા પાવરમાં મુકી છે. અગાઉના કોઈ પોલીસ કમિશનરને પીસીબી ધ્યાનમાં નહીં હોય અથવા તો ડીસીબીથી જ બધા કામ ચલાવાતા હતા. હવે પીસીબી આવતા ડીસીબીનું કામનું ભારણ હળવું થશે અથવા બે ભાગમાં વહેચાશે. ડીસીબી એટલે ડીટેકશન ક્રાઈમ બ્રાંચ ડીસીબીનું કામ આમ તો ગુનાઓનો ભેદ ઉકેલવાનું હોય છે. જયારે પીસીબીનું કામ ગુના અટકાવવાનું હોય છે. અન્ય ત્રણ શહેરોની માફક હવે રાજકોટમાં આ બન્ને એજન્સી એકટીવ થઈ છે.
પીસીબીમાં બે પીએસઆઈ મુકાયા બાદ વધુ ૧૦નો સ્ટાફ બે દિવસ પહેલા જ મુકાયો જે નવી બોટલમાં જુનો... જેવો કોઈ નવા ચહેરા નહીં પરંતુ ડીસીબીમાં રહેલા ડીસીબી કરી ચુકેલા છે. હવે પીસીબીનો ચાર્જ પણ ડીસીબીના પીઆઈ ગોંડલીયાને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પીઆઈ ગોંડલીયાએ ડબલ દોરે ડીસીબીમાં ડીટેકશન એટલે કે, કેટલાક વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સ્ટાફ શું કામગીરી કરે છે, કેટલા ભેદ ઉકેલાયા ? તેનું મોનીટરીંગ સાથે 'કલેકશન' એટલે (અન્ય કઈં ન સમજવું) પરંતુ પીસીબીમાં રહેલો સ્ટાફ દારૂ, જુગાર કે અન્ય આવી પ્રવૃતિઓ ડામવા માટે શું કામગીરી કરી રહ્યા છે ? કેટલા કેસ કર્યા ? ગુના અટકાવવા બાબતેનું માર્ગદર્શન અને રોજીંદો કામગીરીનો હિસાબ રાખવાની નવી જવાબદારી આવી છે. પીસીબી ડાયરેકટ પોલીસ કમિશનરના અંડરમાં હોવાથી હવે આ બ્રાંચ વધુ એકટીવ રહેશે તેવું દેખાઈ રહ્યું છે. ઓર્ડર ઓન પેપર થયો હોય તેવું કાંઇ સત્તાવાર જાહેર થયું નથી, ચાર્જ સોંપાયો હોવાની ચર્ચા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech