BREAKING NEWS

આશ્ચર્યઃ ભુજમાં ઓવેસી, ખેડામાં અખિલેશ યાદવની પાર્ટીની એન્ટ્રી

  • April 28, 2026 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ રાજ્યના રાજકીય ફલક પર એક નવી અને રસપ્રદ તસવીર ઉપસાવી છે. આ ચૂંટણીમાં ખાસ કરીને અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમ અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (સપા)ના વિજયે સૌનું ધ્યાન ખેંચ્યું છે.


કચ્છના ભુજમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમએ જોરદાર દેખાવ કરીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર-1માં એઆઇએમઆઇએમના 3 ઉમેદવારો વિજેતા બન્યા છે. મુસ્લિમ બહુમત વિસ્તારોમાં ઓવૈસીની પાર્ટીની આ સફળતા સીધી રીતે કોંગ્રેસના વોટબેંકમાં મોટું ગાબડું હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધી જે મતો કોંગ્રેસના ગણાતા હતા, ત્યાં હવે પતંગે પોતાની પકડ મજબૂત કરી છે, જે આગામી સમયમાં કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે.


બીજી તરફ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ માટે ગુજરાતમાંથી ઉત્સાહજનક સમાચાર આવ્યા છે. ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ પોતાની હાજરી નોંધાવી છે. કઠલાલના વોર્ડ નંબર-4માં સપાના ઉમેદવારે વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે. ગુજરાતના રાજકારણમાં સમાજવાદી પાર્ટીની આ એન્ટ્રી રાજકીય વિશ્લેષકો માટે અભ્યાસનો વિષય બની છે, કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં સપાનો પ્રભાવ નહિવત રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application