રાજનીતિ પર ભડક્યા આખાબોલા અભિનેતા કમલ હસન
કમલ હાસને લોકસભા ચૂંટણી 2024ના રિઝલ્ટ પહેલા દેશ અને રાજનીતિ પર નિવેદન આપીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેની ફિલ્મ ‘ઇન્ડિયન 2’નો ઓડિયો લોન્ચમાં જોરદાર સ્પીચ આપી હતી, જે હાલમાં વાયરલ થઈ રહી છે. 2024માં દેશમાં કોની સરકાર બનશે તેનો જવાબ 4 જૂને સ્પષ્ટ થઈ જશે. પરંતુ કમલ હસને દેશની રાજનીતિ પર નિવેદન આપીને ઘણા મોટા સવાલો ઉભા કર્યા છે.કમલ હસન એવા સુપરસ્ટાર્સ માંથી એક છે જે ગંભીર મુદ્દાઓ પર અભિપ્રાય આપીને દેશની રાજનીતિને ગરમ કરે છે. લોકસભા ચૂંટણી 2024ના રિઝલ્ટ પહેલા તેમણે દેશની એકતા પર જોરદાર ભાષણ આપીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેમણે રાજકારણ પર જોરદાર ભાષણ આપ્યું હતું. તેમની આગામી ફિલ્મ ‘ઇન્ડિયન 2’ના ઓડિયો લોન્ચમાં તેમણે દેશની એકતા અને રાજનીતિ પર દિલથી વાત કરી હતી.
કમલ હસને કહ્યું કે ‘ભાગલા પાડો અને રાજ કરો’ એ અંગ્રેજોના જમાનાની વાત હતી. અંગ્રેજોને ભારત છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે, ત્યારે દેશે આ પ્રથામાંથી બહાર નીકળીને એકતા માટે કામ કરવું પડશે. અભિનેતા ‘ઇન્ડિયન 2’ અને ‘ઇન્ડિયન 3’ની થીમ વિશે વાત કરી રહ્યો હતો. ‘ધ હિંદુ’ના અહેવાલ મુજબ તેણે કહ્યું, ‘હું તમિલ અને ભારતીય છું. અને આ મારી ઓળખ છે અને તમારી પણ છે. આ વાત ફિલ્મ સિક્વલના કોન્સેપ્ટને લઈને વાત કરી હતી
કમલ હસને વધુમાં કહ્યું કે, ‘ભાગલા પાડો અને રાજ કરો એ અંગ્રેજોનો કોન્સેપ્ટ હતો. આ કોન્સેપ્ટ તે સમયમાં કામ કર્યો હતો, કારણ કે તેમની પાસે પાછા ફરવા માટે પોતાનું ઘર હતું. આ લાંબા સમય સુધી કામ કરશે નહીં. મને આશ્ચર્ય થાય છે કે એ લોકો ક્યાં જશે જેઓ આજે આવુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?
કમલ હાસન ઈચ્છે છે કે તમિલ રાજકારણીઓ દેશનું નેતૃત્વ કરે. તેઓ તેમને ભારતીય રાજકારણમાં ટોચ પર જોવા માંગે છે. અભિનેતાએ આગળ કહ્યું, ’ દેશના દરેક શહેર તમારું શહેર છે. દરેક વ્યક્તિ તમારા સંબંધી છે. અમારા રાજ્યમાં આવનારા લોકોને અમે જીવનનિર્વાહનો આધાર પૂરો પાડીએ છીએ. તો પછી એવો દિવસ કેમ ના આવે જ્યારે તમિલ લોકો દેશ ચલાવે?’
કમલ હાસન છેલ્લે કહે છે, ‘આ મારો દેશ છે અને આપણે તેની એકતા અને અખંડિતતાની રક્ષા કરવી છે.’ અભિનેતાએ લોકસભા ચૂંટણી 2024ના રિઝલ્ટની જાહેરાતના થોડા દિવસો પહેલા ભાષણ આપીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.ફિલ્મ ‘ઇન્ડિયન 2’માં કમલ હસન લીડ રોલમાં છે. ફિલ્મમાં સિદ્ધાર્થ, કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ, પ્રિયા ભવાની શંકર, કાલિદાસ જયરામ, સમુદ્ર ધની સહિત ઘણા કલાકારોએ કામ કર્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech