રાજસ્થાનમાં કરણી સેનાના રાષ્ટ્રિય અઘ્યક્ષની થયેલી હત્યાના મુદે જામનગરમાં આક્રોશ: રેલી

  • December 08, 2023 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અઘ્યક્ષ સ્વ. સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને પકડી પાડી નિષ્પક્ષ તપાસ કરી કાવતરાખોરો વિ‚ઘ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી ક્ષત્રિય રાજપૂત ઓર્ગેનાઇઝેસન દ્વારા આજે અધિક કલેકટર ભાવેશ ખેરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે, સુખદેવસિંહ ગોગામેડીએ અવારનવાર પોલીસ રક્ષણની માંગણી કરી હતી, તેના જાન ઉપર ખતરો હોય આ મામલે તત્કાલીન સરકારને પણ જણાવાયું હતું, પરંતુ આ કેસમાં લાપરવાહી દાખવવામાં આવી હોય એમ લાગે છે, પોલીસે કોના ઇશારે રક્ષણ આપેલ નથી, આવી લાપરવાહી દાખવનાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે, આ હત્યાને અંજામ આપનારા શુટરો સામે ઝીણવટભરી તપાસ કરી નાર્કોટેસ્ટ કરાવવા ૧૦ માસ પહેલા ભટીંડાની જેલમાં બંધ સંપત નહેરા સુખદેવસિંહની હત્યાનું કાવત‚ં ઘડી રહ્યો હોય એવી જાણ પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસને કરી હતી, લોરેન્સ બિશ્નોઇ ગેંગના સંપત નહેરાની કડક પૂછપરછ કરવામાં આવે, સુખદેવસિંહના પરિવારને સંરક્ષણ માટે હથિયાર આપવામાં આવે છે, નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે, આ આવેદનપત્ર આપતી વખતે ક્ષત્રિય રાજપૂત ડોકટર ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અઘ્યક્ષ ડો. આર.ટી. જાડેજા, ભરતસિંહ જાડેજા, દોલુભા જાડેજા, સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, સૌ પહેલા સુખદેવસિંહને શ્રઘ્ધાંજલિ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application