અમદાવાદ પોલીસે બાંગ્લાદેશી માનીને પકડેલા ૮૦૦માંથી ૬૫૦ ભારતીય હતા

  • April 28, 2025 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂષણખોરોને હાંકી કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. અમદાવાદ, સુરત, વલસાડ સહિત વિવિધ શહેરોમાંથી બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જોકે, અમદાવાદ પોલીસે ભાષા આધારે બિહારી અને બંગાળીઓને બાંગ્લાદેશી સમજીને પકડી લીધાં હતા. અમદાવાદપોલીસે બાંગ્લાદેશી માનીનેપકડેલા ૮૦૦માંથી ૬૫૦ ભારતીય નીકળ્યા હતા જેમને છોડી મુકવામાં આવ્યા હતા. તેમને ચૂંટણીકાર્ડ સહિત પુરતા દસ્તાવેજો હોવા છતાંય પરપ્રાંતિયોને બાંગ્લાદેશી સમજીને પકડી લેવાયાં હતાં પણ દસ્તાવેજોની ખરાઇ બાદ મોટાભાગના લોકોને છોડી મૂકાયાં હતાં. આમ, બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાની કામગીરીનો દેખાડો કરવાની લ્હાયમાં પોલીસે જાણે કાચુ કાપ્યુ છે. આ આખોય મુદ્દો સ્વેચ્છિક સંસ્થાઓ હાઇકોર્ટ સુધી પહોચાડે તેમ છે.


જોકે, પોલીસે જેટલા લોકોને બાંગ્લાદેશી સમજીને પકડ્યાં તે પૈકી મોટાભાગના લોકો મૂળ ભારતીય હોવાને નાતે છોડી મૂકાયા હતાં. પોલીસ તપાસને પગલે રોજી મેળવવા આવેલાં પરપ્રાંતિયોએ હવે વતનની વાટ પકડી છે જેના કારણે રેલ્વે સ્ટેશન પર ભીડ જામી છે. ટૂંકમાં, બાંગ્લાદેશી ધૂષણખોરોને હાંકી કાઢવાના ઓપરેશનમાં ગુજરાત પોલીસે કાચુ કાપ્યુ હોવાનું ચિત્ર ઉપસ્યુ છે.

રાષ્ટ્રીય જનતાદળની મહિલા નેતા રિતુ જયસ્વાલે એવું ટિ્‌વટ કર્યુંકે, બાંગ્લાદેશી સમજીને પકડવામાં આવેલાં ચાર યુવકો મૂળ બિહારના છે. મારા મત વિસ્તારના છે.આ યુવકો બિહારના બાયા ગામના વતની છે. બિહાર સરકારને આગ્રહ કરુ છુકે, તાકીદે ગુજરાત સરકાર સાથે સંપર્ક કરે અને બિહારના નિર્દોષ યુવકોને પોલીસ પરેશાન ન કરે. તેમણે બિહારી યુવકોના નામ,આધારકાર્ડ સહિતની વિગતો આપી હતી. રાષ્ટ્રીય જનતા દળની મહિલા નેતાએ ગુજરાત પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતાં. આ જોતાં આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ ઉઠ્યો હતો.


નિર્દોષ લોકોનો વરઘોડો કેમ કાઢવામાં આવ્યો? ડીજીપીને રજૂઆત કરાઇ

ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં તા.26મીએ સવારે પાંચ વાગે એક હજારથી વઘુ લોકોને બાંગ્લાદેશીઓના નામે પકડી લેવાયા હતાં. એટલુ જ નહીં, દોરડા દ્વારા કોર્ડન કરી આરોપીઓની જમ સરઘસ સ્વરુપે કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ પર લવાયા હતાં. જ્યાં ભરઉનાળે ખુલ્લા મેદાનમાં બેસાડવામાં આવ્યા હતાં. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ, આરોપીનું સરઘસ કાઢી શકાય નહી. માનવ ગરીમાની વિરુઘ્ધ છે. આ ઉપરાંત મોટાભાગના લોકો પાસે દસ્તાવેજો હતાં જેની ખરાઇ બાદ બધાને મોડી રાત્રે મુક્ત કરી દેવાયા હતાં તો નિર્દોષ લોકોનો વરઘોડો કેમ કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો પણ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોચે તે માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application