રાજકોટ જીલ્લા પંચાયતની તમામ સમિતિઓના ચેરમેન સહિત સભ્યોની વરણી ગતરોજ કરી દેવામાં આવી છે. જેમાં કુલ ૪૮ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેમાં કુલ ૨૫ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
જીલ્લા પંચાયતમાં ગતરોજ ડીડીઓ અને પ્રમુખની હાજરીમાં વિવિધ સમિતિઓના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે જેમાં મહિલાઓને સારીએવી સંખ્યામાં સ્થાન પ્રા થયું છે. કુલ ૪૮ સભ્યોની નિયુકિતમાં ૨૫ મહિલાઓ એટલેકે ૫૨ ટકા મહિલાઓને સમિતિઓમાં સભ્ય પદ આપવામાં આવ્યા છે. તેમજ બાંધકામ ક્ષત્રે તો ચેરમેન પદ પ્રા થયું છે યારે મહિલા અને બાળ વિકાસમાં તમામ સભ્યોમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં મહિલાઓને તમામ ક્ષેત્રે પ્રોત્સાહન આપી આગળ વધારવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લ ા પંચાયતમાં પણ નારી શકિતના દર્શન થયા છે. જિલ્લ ા પંચાયતની સમિતિઓમાં બાંધકામ સમિતિ ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે ત્યારે તેમાં ચેરમેન તરીકે ઉપલેટા તાલુકાના ભારતીબેન હત્પંબલને સ્થાન આપવામાં આવ્યું છે. યારે મહિલા અને બાળ વિકાસમાં તમામ મહિલાઓમાં કુંદનબેન માવલ, રમીલાબેન મેર, શ્રદ્ધાબેન મકવાણા, જયાબેન ગોવાણી અને પાલબેન કણસાગરાને સ્થાન મળ્યું છે.
અપીલ સમિતિમાં અલ્પાબેન તોગડીયા અને લીલાબેન રાજપરા. ઉત્પાદન, સહકાર અને સિંચાઈમાં કંચનબેન રાજપરા, જલ્પાબેન મકવાણા. કારોબારીમાં સોનલબેન વાઘરીયા, જયશ્રીબેન ચોવટિયા, રાધિકાબા જાડેજા, રમીલાબેન મેર અને સવિતાબેન વાસાણી. સામાજિક ન્યાયમાં અંજુબેન મૂછડિયા અને પુષ્પાબેન રાદડિયા. શિક્ષણમાં અલ્પાબેન તોગડીયા, ભારતીબેન હત્પંબલ, રાધિકાબા જાડેજા અને નીમાબેન જોષી. આરોગ્યમાં સરોજબેન ઉંધાડ, શ્રદ્ધાબેન મકવાણા, સોનલબેન વાઘરીયા અને સુમિતાબેન ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં
કુલ છ મહિલાઓને એક કરતાં વધુ સમિતિમાં સભ્ય પદ આપવામાં
આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application