નવરાત્રી રાસોત્સવના ફાયર એનઓસી મેળવવા માટે આજરોજ રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રસિધ્ધ કરાયેલી ગાઇડલાઇન અનુસાર આયોજકનું સેલ્ફ ડેકલેરેશન રજૂ કરવાનું ફરજિયાત રહેશે. સેલ્ફ ડેકલેરેશન સોગંદનામાં સ્વપનું રહેશે અને સ્ટેમ્પ પેપર ઉપર રજૂ કરવાનું રહેશે તેમ ફાયર બ્રિગેડના વર્તુળોએ જણાવ્યું હતું. જાહેર કરાયેલા વિવિધ ૩૦ નિયમોની અમલવારી કરાયેથી જ ફાયર એનઓસી મળશે.
નવરાત્રી આયોજક દ્રારા કરેલ આયોજનમાં જાહેર સલામતી અર્થે કરવા જોગ ફાયર સેફટી અંગેની જાહેર નોટીસ આજરોજ રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વપનીલ ખરે દ્રારા પ્રસિધ્ધ કરાઇ છે જેમાં વિવિધ ૩૦ મુદ્દાઓ સમાવિષ્ટ્ર કરાયા છે.
રાજકોટ મહાપાલિકા દ્રારા જારી કરાયેલી જાહેર નોટિસમાં જણાવ્યા મુજબ નવરાત્રી ગરબા મહોત્સવના આયોજકોએ નીચે મુજબના ૩૦ મુદ્દાઓની જવાબદારી પૂર્વક પૂર્તતા કરવાની રહેશે જેમાં (૧) નવરાત્રી આયોજક દ્રારા કોઈપણ મંડપ પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના ગોડાઉન ઇત્યાદીથી દૂર નિર્માણ કરવાનો રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે (૨) નવરાત્રી આયોજક દ્રારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેકટ્રીક સબ સ્ટેશન, ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મર, ઇલેકટ્રીક સબ સ્ટેશન, ઈલેકટ્રીક હાઈ ટેન્શન લાઇન કે રેલવે લાઇનથી દૂર કરવાના રહેશે. બે સ્ટ્રકચર વચ્ચે બે મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં. (૩) આયોજક દ્રારા કોઇપણ સ્ટ્રકચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહીં. તથા સ્ટ્રકચરના સ્ટેજની નજીક કે નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા, કોઈપણ પ્રકારના ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહીં.(૪) પંડાલની કેપેસિટી મુજબના વ્યકિતઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યકિત દીઠ ઓછામાં ઓછી એક સ્કવેર મીટર રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.(૫) નવરાત્રીના પંડાલમાં ફિકસ પાર્ટીશન કરવાનું રહેશે નહીં. ઇમરજન્સીના સમયે વ્યકિતઓ સહેલાઈથી ઇમરજન્સી એકઝીટ તરફ થઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. (૬) નવરાત્રી આયોજક દ્રારા પંડાલમાં દૈનિક કેટલા વ્યકિતઓદર્શકોખેલૈયાઓ પ્રવેશે છે, તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે. (૭) નવરાત્રી આયોજક દ્રારા ઓછામાં ઓછા બે ઇમરજન્સી એકિઝટ રાખવાના રહેશે. જે પરસ્પર વિદ્ધ દિશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે પાંચ મીટર ઓપનિંગ હોય તે મુજબ રાખવાનું રહેશે. (૮) નવરાત્રી આયોજક દ્રારા સ્ટ્રકચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચૂક ઓટો ગ્લો મટીરીયલમાં સાઇન લગાવવા નો–સ્મોકિંગ ઝોન, એકિઝટ, ઇમરજન્સી એકિઝટ વિગેરે (૯) નવરાત્રી આયોજક દ્રારા સીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો ટ્રાવેલિંગ ડિસ્ટન્સ ૧૫ મીટરથી વધારે ન હોવું જોઈએ. (૧૦) નવરાત્રી આયોજક દ્રારા કરવામાં આવેલ સીટીંગ વ્યવસ્થામાં સીટની ૧૦ રો અને ૧૦ બેઠક પછી પેસેજ આપવામાં આવેલ હોવો જોઈએ. જેની પહોળાઇ ઓછામાં ઓછી ૧.૫ મીટર હોવી જોઈએ.(૧૧) આયોજક દ્રારા કોઇ પણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રીટાઇન્ટડન્ટ પેઇન્ટ કરાવવા વધુમાં જમીન ઉપર બિછાવવા જો કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાના રહેશે. (૧૨)આયોજકો દ્રારા મંડપમાં કરવામાં આવતા ઈલેકટ્રીક વાયરીંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે. તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઇલેકટ્રીક વાયરીંગ અંગે ગવર્મેન્ટ એપૃવ્ડ ઈલેકટ્રીક ઇજનેરશ્રી પાસે ચકાસણી કરાવવાની રહેશે. ઈલેકટ્રીક વીજ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન આઈએસ–૧૬૪૬–૧૯૮૨ મુજબ કરવાનું રહેશે. (૧૩) પંડાલમાં કરવામાં આવનાર વાયરીંગ પીવીસી આવરણ વાળા કંડકટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરીંગના તમામ જોઈન્ટ પોર્સેલેઇન ઇન્સ્યુલેટર કનેકટર્સથી કરવાના રહેશે. (૧૪) આયોજકો દ્રારા ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દૂરના અંતરે રાખવાનું રહેશે (૧૫) આયોજકો દ્રારા ઇલેકટ્રીકનું મુખ્ય સ્વીચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ.માં બનાવવામાં આવેલ હોવું જોઈએ. તથા આવા હંગામી મંડપથી દૂરના અંતરે ઇલેકટ્રીક જંકશન બોર્ડ પાયલોટિંગ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.(૧૬) સંચાલકો દ્રારા કોઈપણ પ્રકારના ઈલેકટ્રીક લાઇટિંગ, બલ્બ કે ટુબલાઈટ કે તેના કોઈ પાટર્સ કે મંડપના કોઈ ભાગ કે સુશોભન અથવા સળગી ઊઠે તેવી જવલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા ૧૫ સે.મી.ની અંદર રાખવાના રહેશે.(૧૭) સંચાલકો દ્રારા આવા પંડાલમાં કે પંડાલની બહારના સળગી ઊઠે તેવી જવલનશીલ સામગ્રી કે પદાર્થ પ્રવાહી રાખવાના રહેશે નહીં. તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહીં.(૧૮)સંચાલકો દ્રારા આવા પંડાલમાં કે પંડાલની બહાર ફાયર ક્રેકર્સ કે રસોઈ બનાવવાની સામગ્રી, ધુમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા કોઈ પદાર્થ કે યોત ઇત્યાદી રાખવાની રહેશે નહીં. (૧૯)મોસન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન બનાવવામાં આવેલ હોય તો ફરજિયાત તેમાં સેફટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની રહેશે. (૨૦)સંચાલકો દ્રારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવન કુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પૂરતી ફાયર સેટીની સુવિધા ઉપલબ્ધ કરવાની તથા આવી જગ્યાની છત ઉપર સી.આઈ.જી.આઇ. સીટ ૬ સેન્ટીમીટર કરતા ઓછી ન હોય તે મુજબ રાખવાની રહેશે. (૨૧) સંચાલકો દ્રારા મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી અચૂક રાખવાની રહેશે. અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયંસેવક રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ રાખવાના રહેશે. (૨૨) સંચાલકો દ્રારા મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન ફાયર એટીંગ્યુશરના ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યકિતઓને અચૂક રાઉન્ડ કલોક રાખવાના રહેશે. (૨૩) સંચાલકો દ્રારા મંડપમાં આવતી જનમેદનીને સૂચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે.(૨૪)પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો લોર એરિયાના ૦.૭૫ લી.સ્કવેર મીટર કરતા ઓછો હોવો જોઈએ નહીં. તથા પાણીનો પુરવઠો ડ્રમબકેટમા સુવ્યવ્સ્િથત ઝડપથી ઉપયોગમા લઇ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે. (૨૫) સંચાલકો દ્રારા પ્રત્યેક ૧૦૦ ચોરસ મીટર વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન ૨ નગં એબીસી ફાયર એકસટીંગ્યુંશર ૬ કી.ગ્રા.ની ક્ષમતાના તથા બે નગં ૨ ફાયર ૪.૫ કિ.ગ્રા.ની ક્ષમતાના અને ૨૦૦ લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા તથા રેતી ભરેલી ૨ બાલટી અચૂક આ મંડપ પ્રીમાઇસીસમાં ઉપલબ્ધ કરવાના રહેશે (૨૬)સંચાલકોને જણાવવામાં આવે છે કે ઉકત સૂચના ફકત ફાયર સેફટીના સલામતી અર્થે આપવામાં આવે છે. ફાયર વિભાગ સિવાયના અન્ય ઓથોરિટી જેવી કે પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ, મ્યુનિસિપલ કોર્પેારેશનના અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગત વિભાગના ના–વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે (૨૭) સંચાલકો દ્રારા ગુજરાત ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેટી મેજર્સ એકટ લ્સ અને રેગ્યુલેશન તેમજ વખતો વખતના સુધારા નેશનલ બિલ્ડીંગ પાર્ટ–૪૪, આઈએસ–૮૭૫૮ મુજબની જોગવાઇ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડેકલેરેશન રજૂ કરવાનું રહેશે (૨૮) આગ અકસ્માતના કેસમાં તાકીદે ફાયર વિભાગના ૧૦૧,૧૦૨ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. (૨૯) નવરાત્રી સંચાલકો ફાયર વિભાગ દ્રારા વખતો વખત આપવામાં આવતી સુચનાઓનું અચૂક પાલન કરવાનું રહેશે (૩૦)ફાયર વિભાગ ઉકત સૂચનોમાં જરિયાત મુજબ વધારો ઘટાડો કરવાનો અબાધિત અધિકાર રાખે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech