પોરબંદરની ચોપાટી પર ૧૯ નવેમ્બરે સંયુકત વિમોચન-૨૦૨૪ એકસરસાઇઝનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં રક્ષા રાજ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહેશે.
પોરબંદર ચોપાટી ખાતે આગામી તા. ૧૯ અને ૨૦ નવેમ્બર દરમ્યાન લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દશન કરવામાં આવશે. જેની તૈયારીના ભાગપે થઇ રહેલા હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કુતુહલ જગાવ્યુ છે.તા.૧૯ના સવારે ૧૦:૩૦ કલાકથી રક્ષા રાજ્યમંત્રી સંજય શેઠની ઉપસ્થિતિમાં સંયુકત વિમોચન -૨૦૨૪ એકસરસાઇઝ યોજાશે જેમાં તમામ સેના જોઇન્ટ એકસરસાઇઝ કરશે. દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી. આર.એફ. દ્વારા સંયુકત એકસરસાઇઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવશે. સમગ્ર આયોજનને લઇને હાલ ચોપાટી ખાતે આર્મી સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમ આવી પહોંચી છે. જેના દ્વારા એકસરસાઇઝ શ થતા પહેલા હાલ તૈયારીઓ ચાલી રહી છે જેના ભાગપે ચોપાટી નજીક સમુદ્રમાં અનેક જહાજ અને આકાશમાં હેલીકોપ્ટર સતત આંટાફેરા કરી રહ્યા છે.
જે ચોપાટી ખાતે આવતા લોકોમાં કુતુહલનું કેન્દ્ર બન્યા છે. ચોપાટી રાજમહેલની પાછળના ભાગે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
તા.૧૯ નવેમ્બરે સવારે ૧૦:૩૦ કલાકે રક્ષા રાજ્યમંત્રી સંજય શેઠની ઉપસ્થિતિમાં ચોપાટી બીચ ઉપર એન્યુઅલ જોઇન્ટ હ્યુમન આસીસ્ટન્ટસ એન્ડ ડિઝાસ્ટર રીલીફ એકસરસાઇઝ (સંયુકત વિમોચન-૨૦૨૪) યોજાશે. જેનો મુખ્ય હેતુ શોધ અને બચાવનો છે તેની સાથોસાથ સંરક્ષણ ઉદ્યોગના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. ડિઝાસ્ટર રીસ્પોન્સ ટુલ્સ, વિવિધ તબીબી સાધનો, સર્વાઇવલ ઇકવીપમેન્ટ, શોધ અને બચાવ માટેના સાધનો, એડવાન્સ કોમ્યુનિકેશન સીસ્ટમ, ડિઝાસ્ટર લોજીસ્ટીક સોલ્યુશન્સ, કલીન એન્ડ ગ્રીન એનર્જી, સ્મોલ આર્મ્સ, ફાયર પાવર સહિત વિવિધ પ્રકારની આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત થશે. જેથી પોરબંદરવાસીઓને પણ આ કાર્યક્રમનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech