ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કરાયું આયોજન

  • May 28, 2024 12:28 PM 

ધુનડા સંત પુરણ ધામ આશ્રમ ખાતે સમર કેમ્પનો પ્રારંભ


જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ઘુનડા ગામે સદગુરુશ્રી જેન્તીરામબાપા સંતપુરણ ધામ આશ્રમ – ધુનડા (જામજોધપુર) માં ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્રારા આયોજીત તા. ૨૭/૦૫/૨૦૨૪ થી તા. ૦૧/૦૭/૨૦૨૪ સુધી નાં સમર કેમ્પનું પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક , ઈ.ચા. મુખ્ય મથક, જામનગર  આર.બી.દેવધાના  હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.


ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્રારા આયોજીત તા.૨૭/૦૫/૨૦૨૪ થી તા.૦૧/૦૬/૨૦૨૪ સુધી નો સમર કેમ્પ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના મુજબ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, ઇ.ચા. મુખ્ય મથક, જામનગર  આર.બી.દેવધા  દ્રારા દીપ પ્રાગટ્ય કરી સદગુરુશ્રી જેન્તીરામબાપા સંતપુરણ ધામ આશ્રમ – ધુનડા (જામજોધપુર) ખાતે સમર કેમ્પનુ શુભાંરભ કરવામાં આવ્યો છે. અને આ સમર કેમ્પમાં જામનગર જીલ્લાના અલગ અલગ શાળાઓના કુલ ૧૦૦ સ્ટુડન્ટ પોલીસ કેડેટસ હાજર રહતા હતા.


આ કેમ્પ માં ઉપરોક્ત તારીખો દરમ્યાન સ્ટુડન્ટસ પોલીસ કેડેટસ અલગ અલગ પ્રવૃતીઓ જેવી કે સાંસ્કૃતીક કાર્યક્રમ, વાંચન લેખન, શિસ્તતા, વકૃતત્વ સ્પર્ધા, ઇન્ડોર તથા આઉટડોર રમતો તથા સાયબર ક્રાઇમ તથા સેલ્ફ ડીફેન્સ તેમજ અલગ – અલગ મહાનુભવો દ્રારા અલગ – અલગ વિષયો ઉપર સ્ટુડન્ટસને માહિતીગાર કરવામાં આવશે. તેવુ આયોજન કરવામાં આવ્યું છે. અને આ  કેમ્પ માં આવેલ સ્ટુડન્ટ પોલીસ કેડેટસ માં ઉત્સાહ તેમજ જોસ વધે તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક દ્રારા પ્રસંગ.ને અનુરૂપ સ્ટુડન્ટસની રૂબરૂ મુલાકાત કરી પ્રાસંગીક ઉદ્બોધન આર બી દેવધા દ્વારા આપવા આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application