સુરજકરાડી ખાતે સોનલ માતાજીનાં જન્મોત્સવની ઉજવણીનું આયોજન

  • December 30, 2024 12:07 PM 

દર વર્ષ ની જેમ આગામી  પોષસુદ બીજને બુધવાર  તા.1/1/2025 નાં રોજ સોનલ બીજ એટલે કે આઇશ્રી સોનલ માતાજીનો 101મો જન્મ દિવસ સુરજકરાડી નાં ઉદ્યોગનગરમાં આવેલ માતાજીનાં મંદિરે ધામધૂમથી ઉજવાશે. 


સુરજકરાડી શ્રી આવળ માતાજીનાં મંદિરેથી સવારે 8 વાગે શોભાયાત્રા શુભારંભ થશે. આ શોભાયાત્રામાં કથાકાર શ્રી પરમાબાઈ માતાજી અને મોગલ ધામનાં સેવક ઉપાસક જયામા ખાસ ઉપસ્થિત રહેશે.


શ્રી સોનલ માતાજીનાં મંદિરે મહાઆરતી સવારે 9 કલાકે અને તેજસ્વી વિધાર્થીઓનું સન્માન ઉપરાંત મહાનુભાવોનાં આશિર્વચન. બપોરે સૌ માઈભકતો મહેમાનો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત ધાર્મિક આયોજન શ્રી ઓખામંડળ ચારણ સમાજ દ્વારા કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application