આઈ.જી.પી. અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં સમગ્ર રેંજની ૧૬ ક્રિકેટ ટીમોએ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો: જામનગર અને સુરેન્દ્રનગરની ટીમ વચ્ચેના ફાઇનલ મેચમાં સુરેન્દ્રનગરની ટીમનો વિજય: આઈજીપી સહિતના અધિકારીઓ દ્વારા ટ્રોફી એનાયત થઈ
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં રાજકોટ રેન્જના આઈ જી પી અશોકકુમાર યાદવ ની અધ્યક્ષતામાં ડીઆઇજી કપ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાની ૧૬ ટિમો એ ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગર અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં સુરેન્દ્રનગરની ટીમનો વિજય થયો હતો, અને આઇજીપી અશોકકુમાર યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત થઈ હતી.
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં છેલ્લા એક સપ્તાહથી રાજકોટ રેન્જના આઈ જી પી અશોકકુમાર યાદવ ની અધ્યક્ષતામાં ડી.આઈ.જી કપ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જ હેઠળ આવતા રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી સહિતના પાંચ જિલ્લાઓની અલગ અલગ ૧૬ ક્રિકેટ ટીમો બનાવી હતી. તમામ જિલ્લાના ડીવાયએસપીની અધ્યક્ષતામાં બનાવેલી ૧૬ ક્રિકેટ ટીમો વચ્ચે છેલ્લા એક સપ્તાહ દરમિયાન પોલીસ હેડ ક્વાર્ટરમાં રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી.
જામનગરની ટીમ અને સુરેન્દ્રનગર ની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જે બંને ટીમ વચ્ચે ગઈકાલે પોલીસ હેડ કવાટરમાં ફાઇનલ મેચ રમાયો હતો. જે ફાઇનલ મેચમાં સુરેન્દ્રનગરની ટીમ વિજેતા બની હતી. જેને ડી.આઈ.જી. કપ એનાયત કરાયો હતો.
રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોક કુમાર યાદવ ઉપરાંત પાંચ જિલ્લાના એસપી જેમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, રાજકોટ રેન્જ ના એસપી અને હાલ પ્રમોશન પામેલા જયદીપસિંહ રાઠોડ, દેવભૂમિ દ્વારકા ના એસપી નીતિશકુમાર પાંડે, સુરેન્દ્રનગર ના એસ.પી. ડો. ગિરીશ પંડ્યા અને મોરબીના એસ.પી રાહુલ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા, અને અન્ય વિજેતા ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. અને ક્રિકેટ ટુર્નામેન્ટ નું સમાપન કરાયું હતું.
રાજકોટ રેજના બાહોશ અધિકારી જામનગરમાં 'બેટ ધર' બન્યા:
પોલીસ હેડ ક્વાર્ટરની ક્રિકેટ પીચ પર ફાંકડી ફટકાબાજી કરતાં અન્ય પોલીસ અધિકારીઓ દંગ રહી ગયા
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં રાજકોટ રેન્જ ડી.આઈ.જી. કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી, જેનો ફાઇનલ મેચ પોલીસે ગઈકાલે રમાયો હતો.
ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાના કારણે રેન્જ આઈ.જી.પી. અશોકકુમાર યાદવ ના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું જ્યારે ડીઆઈજી કપના ફાઈનલ મેચમાં રાજકોટ રેન્જના બાહોશ અધિકારી અશોકકુમાર યાદવ ક્રિકેટરના સ્વાંગમાં જોવા મળ્યા હતા, અને હાથમાં બેટ લઈને તેઓ 'બેટ ધર' તથા ક્રિકેટર બન્યા હતા, અને ક્રિકેટની પીચ પર ઉભા રહીને કેટલીક ફટકાબાજી પણ કરી હતી. જે નિહાળીને રાજકોટ રેન્જના તમામ જિલ્લા ના અન્ય પોલીસ અધિકારી તથા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયેલા અન્ય પોલીસ કર્મચારી ક્રિકેટરો દંગ રહી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech