ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સમિતિ પુના દ્રારા રાષ્ટ્ર્રીય રાસ ગરબા સ્પર્ધાનું આયોજ

  • December 29, 2023 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાસ ગરબા સમિતિ પુના દ્રારા ભવ્ય રાસ ગરબાનું આયોજન ૩૧ ડિસેમ્બરના રોજ કરવામાં આવેલ છે. જેમાં ઈન્ડિયામાં રહેતા ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ હાલાર મોટી નાત વિસ્તારના ભારતભરમાં વસતા દરેશ શહેરની બાળાઓ અને બહેનો એક નવી પહેલ કરીને રાષ્ટ્ર્રીય સ્તરે ભવ્ય રાસ ગરબાનું આયોજન ૩૧ ડિર્સેમ્બરને રવિવારે બપોરે ૨થી ૭ વાગે ગણેશ કલા ક્રીડા મંદિર મંચ, સ્વારગેટ, નહેરુ સ્ટેડિયમની બાજુમાં પુના ખાતે કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં દરેક શહેરમાંથી એક ગરબા ટીમ પોતાના ગ્રુપ સાથે ભાગ લેનાર છે જેમાં હાલાર વિભાગમાંથી જામનગર–દ્રારકેશ ગ્રુપ, અમદાવાદ આધશકિત ગ્રુપ, સેલવાસ–કલ્યાણી ગ્રુપ, નવસારી–નવરગં ગ્રુપ, નાસીક–સશ્રૃંગી ગ્રુપ, અંબરનાથ–આરાધ્યા ગ્રુપ, કર્વેનગર–શ્યામ સંુદર ગ્રુપ, મુંલુંડ–એસજીકેકેએસ મુલુંડ ટ્રસ્ટ, પુના પિંપળે ગુરવ–રંગીલો ગ્રુપએ ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં દેશ વિદેશ અને સૌરાષ્ટ્ર્રમાં ખ્યાત નામના ધરાવતા યુવાઓના પોપ્યુલર સિંગર વિશાલ વરુ પોતાની ટીમ સાથે લાઈવ ગરબાની રમઝટ બોલાવશે.

રાસ–ગરબા સ્પર્ધાના દરેક ગ્રુપમાં ઓછામાંઓછી ૧૦ અને વધુમાં વધુ ૧૫ બાળાઓ અને બહેનો નો સમાવેશ હોવો જરૂરી છે. દરેક ગ્રુપે ઉમર મર્યાદા પ્રમાણે ગ્રુપમાં બાળાઓ તેમજ બહેનોનો સમાવેશ કરવામાં આવશે. રાસ–ગરબા સમિતિ તરફથી પહેલુ ઈનામ રૂા.૧,૦૦,૦૦૦, બીજુ ઈનામ રૂા.૭૫,૦૦૦, ત્રીજુ ઈનામ રૂા.૫૦,૦૦૦, સારા પહેરવેશ માટે રૂા.૨૫,૦૦૦નું પુરસ્કાર દરેક ગ્રુપને સન્માનચીહ આપવામાં આવશે.

આ આયોજનમાં સમાજના સર્વે મુખ્ય આગુવાન તથા જ્ઞાતિ રત્નો કાર્યક્રમમાં પ્રમુખ હલાર મોટી નાત છગનભાઈ રાઠોડ, વિમલભાઈ સાપરિયા નટુભાઈ ગોહેલ, જાદવજીભાઈ રાઘવાણી, ભારતીબેન સોલંકી, કાનજીભાઈ વઘેલા, કાંતિભાઈ ચૌહાણ, જયંતીભાઈ પરમાર, હીતેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહેશે.
આ આયોજનમાં દરેશ શહેર સમાજ આગેવાનો દ્રારા માર્ગદર્શન અને સફળતાની શુભેચ્છા પાઠવતા દામજીભાઈ મકવાણા, યશવંતભાઇ ધાણી, ભુપતભાઈ પરમાર, પરેશભાઈ સાપરીયા, જીજ્ઞાબેન ટાંક, દક્ષાબેન ગાંગાણી, જયશ્રીબેન ટાંક અમદાવાદ, અજીતભાઈ ગોહિલ આયોજનનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
ગુર્જર કડિયા સમાજ સમસ્ત પુના હાલાર વિભાગ પ્રુમખ વિપુલભાઈ ચાવડા, પિંપળે ગુરવ સમાજ પ્રમુખ અશોકભાઈ વાઘેલા, કર્વેનગર પ્રમુખ અશોકભાઈ ચોટલીયા, નિગડી સમાજ પ્રમુખ પ્રવિણભાઈ કાચા, સાંગવી સમાજ પ્રમુખ હરેશભાઈ ટાંક, તળેગાવ સમાજના પ્રમુખ અમરશીભાઈ રાઠોડ, ભોસરી સમાજ પ્રમુખ કમલેશભાઈ રાઘવાણી, ભૈયાવાડી સમાજ પ્રમુખ રસિકભાઈ પરમાર, પેઠ સમાજમાં પ્રમુખ જીતેશભાઈ ગોહેલના સહયોગથી બાળાઓ અને બહેનો માટે ભવ્ય રાસ ગરબા સ્પર્ધાનું મેગા આયોજન પુના ખાતે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની વધુ માહિતી માટે આયોજક કમિટીના દિનેશભાઈ જાવિ ૯૦૪૯૦ ૮૬૪૦૯, વિજયભાઈ ગોહેલ, મનોજભાઈ સાપરીયા ૭૭૦૯૧ ૦૫૨૬૧, દિપકભાઈ સાપરીયાનો સંપર્ક કરવા જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application