જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન

  • December 30, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેલાડીઓ તા.૫ જાન્યુઆરી સુધી ફોર્મ જમા કરાવી શકશે

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગતનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જામનગર સંચાલીત જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલમહાકુંભ-૨.૦નું આયોજન દર વર્ષેની જેમ આ વર્ષે પણ થનાર છે. ચાલુ વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨.૦માં માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધજન, ડેફ ખેલાડી જિલ્લા કક્ષાએ યોજાતી વિવિધ રમતોમાં વયજુથ મુજબ ભાગ લઇ શકશે.
આ સ્પેશિયલ ખેલમહાકુંભ-૨.૦-૨૦૨૩માં ભાગ લેવા ઇચ્છતાં જામનગર જિલ્લાનાં દિવ્યાંગ ખેલાડીઓ નિયત નમુનાનું અરજી ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જામનગર  જામરણજીતસિંહ પેવિલીયન (ક્રીકેટ બંગલો), સ્પોર્ટસ કોમ્પલેક્ષ બિલ્ડિંગ ખાતેથી સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધાર પુરાવા સાથે તા.૫.૧.૨૪ સુધીમાં કચેરી સમય દરમીયાન રૂબરૂ ફોર્મ ભરી પહોંચાડવાનાં રહેશે. જામનગર ગ્રામ્યનાં દિવ્યાંગ ખેલાડીઓની સરળતાં માટે ફોર્મ ભરીને પહોંચાડવા માટેનાં સ્થળની વિગતો આ મુજબ છે. કાલાવડમાં જે.પી.એસ. સ્કુલ, બી. આર. સી. ભવન, ધ્રોલમાં આર્યવ્રત સ્કુલ,બી. આર. સી. ભવન જમજોધપુરમાં વીજાપુરા વિદ્યા સંકુલ, સીદસર, બી. આર. સી. ભવન, લાલપૂરમાં બી. આર. સી. ભવન, જોડિયામાં હડીયાણા માધ્યમીક શાળા, બી. આર. સી. ભવન ખાતે કચેરી સમય દરમિયાન તેમજ શાળાઓમાં સવારના ૮:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધી તા.૫ જાન્યુઆરી સુધી ફોર્મ પહોંચાડી શકાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી. જે. રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application