ગઈકાલે મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં તોફાનને કારણે એક વિશાળ હોડિગ ધરાશાયી થતા મોટો અકસ્માત થયો હતો. આજે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઆકં વધીને ૧૪ થયો હતો અને ઓછામાં ઓછા ૭૪ લોકો ઘાયલ થયા હતા. એનડીઆરએફની ટીમોએ હોડિગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ હોડિગ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.
બિલબોર્ડ બનાવનાર એજન્સી મેસર્સ ઇગો મીડિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ બીએમસીએ એફઆઈઆર નોંધી છે. બીએમસીએ કહ્યું છે કે તેની બાજુથી ૪૦૪૦ ચોરસ ફટના મહત્તમ કદના હોડિગ્સ લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, જે હોડિગ પડું તેનું કદ ૧૨૦૧૨૦ ચોરસ ફટ હતું. બીએમસી એ એજન્સીને પરવાનગીના અભાવે તાત્કાલિક ધોરણે તેના તમામ હોડિગ્સ દૂર કરવા નોટિસ જારી કરી છે. મહારાષ્ટ્ર્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સોમવારે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો માટે છ૫ લાખની એકસ–ગ્રેશિયા રકમની જાહેરાત કરી અને કહ્યું કે ઘાયલોની સારવારનો ખર્ચ રાય સરકાર ઉઠાવશે. બીજી ઘટનામાં વડાલામાં લોખંડનું માળખું તૂટી પડું હતું. વડાલાના બરકત અલી નાકામાં શ્રીજી ટાવર પાસે મેટલસ્ટીલ પાકિગ ધરાશાયી થયું. રસ્તાના કિનારે પાર્ક કરાયેલા અનેક વાહનો તેની સાથે અથડાયા હતા. કારની અંદર એક વ્યકિત ફસાઈ ગયો હતો. મુંબઈ ફાયર બ્રિગેડ એ તેને બચાવી લીધો
આવડા મોટાં હોડિગની પરવાનગી આપી કોણે?
આ હોડિગ પતં નગરમાં ઈસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પર એક પેટ્રોલ પપં પર પડું યાં ઘણા લોકો હાજર હતા. બીએમસી અનુસાર, તે સ્થાન પર ચાર હોડિગ્સ હતા અને તે તમામ એસીપી દ્રારા મુંબઈ રેલ્વે માટે મંજૂર કરવામાં આવ્યા હતા. બીએમસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હોડિગ્સ લગાવતા પહેલા એજન્સીરેલ્વે દ્રારા બીએમસી પાસેથી કોઈ પરવાનગીએનઓસી લેવામાં આવી ન હતી
હોડિગ દેખાય તે માટે ૮ વૃક્ષોને ઝેર અપાયું હતું
બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે બીએમસી એક વર્ષથી હોડિગ્સ લગાવવા સામે વાંધો ઉઠાવી રહી હતી. તેમણે કહ્યું, છેડા નગર જંકશન પાસે આઠ વૃક્ષોને ઝેર આપવામાં આવ્યું હતું જેથી હોડિગ્સ દેખાઈ ન શકે (વૃક્ષોના મૂળમાં રસાયણો નાખવામાં આવ્યા હતા જેથી તે સુકાય જાય). આ સંબંધમાં બીએમસીએ ૧૯ મે, ૨૦૨૩ના રોજ એફઆઈઆર નોંધાવી હતી
હોડિગનું નામ લિમ્કા બુક ઓફ રેકોડર્સમાં સામેલ
આ હોડિગ અંદાજે ૧૫,૦૦૦ ચોરસ ફૂટનું હતું અને લિમ્કા બુક ઓફ રેકોડર્સમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીએમસીએ કહ્યું છે કે તેના તરફથી ૪૦૪૦ ચોરસ ફટના મહત્તમ કદના હોડિગ્સ લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, જે હોડિગ પડું તેનું કદ ૧૨૦૧૨૦ ચોરસ ફૂટ હતું
સદભાગ્યે હત્પં અને મારો મિત્ર બચી ગયા
થાણે જિલ્લાના એક વેપારી ગુપચંદાનીએ જણાવ્યું હતું કે ઘટના સમયે હત્પં મારી કારમાં પેટ્રોલ ભરવા પેટ્રોલ પપં પર હતો. અચાનક જોરદાર પવન ફંકાવા લાગ્યો અને અચાનક હોડિગ પેટ્રોલ પર પડી ગયું. પંપ, હોડિગ નીચે કેટલાક લોકો ફસાઈ ગયા હતા અને નજીકમાં હાજર લોકો ભાગવા લાગ્યા, ચીસો પાડવા લાગ્યા હતા. સદભાગ્યે હત્પં અને મારો મિત્ર બચી ગયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech