ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કાર્યવાહી શ‚ કરી દેવા આદેશ

  • May 14, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસને કલેક્ટર કચેરીના સંકલન હોલ, ઈણાજ ખાતે ચોમાસા પહેલાની આગોતરી તૈયીરીઓ અંગેની બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેકટરે પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે  ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં,તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્ળાંતર કરી શકાય તેવાં વિસ્તારો ચકાસી લેવાં જણાવ્યું હતું. તેમજ પાણી ભરાવાના પ્રશ્નો ન રહે અને વોકળા,ગટરની સાફ-સફાઇ સમયસર ઇ જાય અને જર્જરીત પુલો,કોઝવે સહિતનું સમારકામ કરીને તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને વહેલી તકે કાર્ય કરીને રિપોર્ટ કરવા સૂચના આપી હતી.

તદુપરાંત, કલેકટરે જિલ્લામાં જ્યાં- જ્યાં જર્જરિત મકાનો હોય તો તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 

કલેક્ટરે રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકિદના પગલાં માટે મેડિકલ ટીમો સો દવાઓનો  પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. તેમજ આશ્રયસનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા સો ચોમાસાના સમયગાળા દરમ્યાન સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે અધિકારીઓ માર્ગદર્શિત કર્યા હતા.જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે પીજીવીસીએલ દ્વારા આપત્તિના સમયે ઈમરજન્સી સેવાઓ માટે તાલુકાના લાયઝન સંભાળતા અધિકારીઓ સો સંકલનમાં રહીને વીજ પુરવઠાની સ્થિતિ સામાન્ય રહે તે માટે ઉપસ્તિ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.તેમજ રોડ રસ્તાઓ અવિરત ચાલુ રહે તે માટેની વ્યવસઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓ સૂચના આપી હતી.જિલ્લા વિકાસ અધિકારીએ નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે તે માટેની વ્યવસઓ ગોઠવવા અને સગર્ભા  મહિલાઓનો સર્વે કરીને આપત્તિના સમયે સલામત સ્ળે ખસેડવા વ્યવસઓ કરવા સૂચના આપી હતી.અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે જિલ્લામાં દરેક વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી તા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગેની માહિતી આપી આ તમામ માહિતી અપડેટ કરવા જણાવ્યું હતું.અને જિલ્લા-તાલુકા મકોએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવાનું જણાવી બચાવ-રાહત કામગીરીના તમામ સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ તેની યોગ્ય ચકાસણી કરાવી લેવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં એસીએફ વિકાસ યાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણી, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્તિ રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application