સુત્રાપાડાના પ્રાસલીના યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘુસી જતાં ટ્રક ડ્રાઇવરની બેદરકારીથી મોત થયાનું કોડીનારની મોટર એક્સિડેન્ટ ટ્રિબ્યુનલ કોર્ટમાં સાબિત થતાં કોર્ટે મૃતકના વારસદારોને ૧૯,૪૪,૮૦૦ની રકમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની ટૂંકમાં વિગત જોઈએ તો સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામના યુવાન રમેશભાઈ કુંભાભાઇ વાળાનું તારીખ ૧-૭-૨૦૨૨ના રોજ પ્રાસલી ગામ નજીક ટ્રકના ડ્રાઇવરે ટ્રકને ઓવરટેક કરી ઓચિંતી બ્રેક મારતા યુવકનું મોટરસાયકલ ટ્રકમાં ઘુસી જતાં મોત નિપજ્યું હતું. જેમાં સુત્રાપાડા પોલીસે તટસ્થ તપાસ કરી અકસ્માત કરનાર ટ્રક નંબર જીજે-૧૧ઝેડ-૯૫૭૬ના ડ્રાઈવરની સામે ધોરણસરની કાર્યવાહી કરી કોર્ટમા ચાર્જશીટ કરેલ ત્યારબાદ મૃતકના વારસદારોએ કોડીનારના એડવોકેટ પ્રતાપસિંહ ચાવડા દ્વારા કોડીનારના મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ તારીખ ૧૪-૭-૨૦૨૨ના રોજ અકસ્માત કરનાર ટ્રકના માલિક, ડ્રાઇવર, વીમા કંપની સામે કલેમે અરજી દાખલ કરેલ. જેમાં તારીખ ૫-૨-૨૦૨૪ના રોજ કોડીનારના મોટર એકસીડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ જજ એસ.આઇ. ભોરાણીયાએ કેસ ચલાવી અરજદારોએ રજૂ કરેલા પુરાવા તથા એડવોકેટની દલીલોને ધ્યાને લઇ મૃતકના વારસદારોને વળતરની રકમ રૂપિયા ૧૯,૪૪,૮૦૦ તેમજ તેના ઉપર અરજીની તારીખથી ૯ ટકા લેખેનું વ્યાજ ખર્ચ સહિતની તમામ રકમ ચૂકવવા સામાંવાળાઓની સામે હુકમ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech