નિર્મળનગર ફાયર સ્ટાફ ક્વાર્ટર્સનો નબળો સ્લેબ તોડી પાડવા આદેશ

  • August 10, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિકાસના કામમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા કામમાં કરેલી બાંધછોડ આખરે ભારે પડી છે, કમિશનરે ચાર્જ છોડતાના અંતિમ દિવસે નબળી ક્વોલિટીના ચાલુ કામે રોડ અને સ્ટાફ ક્વાર્ટર્સનો સ્લેબ તોડી પાડીને ફરી વખત કામ કરવા એજન્સીઓને આદેશ કર્યો હતો. 



 તંત્રની કડકાઈના લીધે પ્રથમ વખત એવું બનશે કે, ટેન્ડર પ્રમાણેની ક્વોલિટી મુજબ જ કામ થશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરમાં દુ:ખીશ્યામ બાપા સર્કલ (તળાજા જકાતનાકા) થી અધેવાડા થઈ મહાનગરપાલિકાની હદ સુધીના ફોર લેન ઙચઈ રોડ બનાવવાનું કામમાં વર્ક એજન્સી ઉકઈનું આશરે ૯૫ મીટરનું કામ યોગ્ય પદ્ધતિ (મેથોડોલોજી- સ્પેસીફીકેશન)થી ઉકઈ કામ કરવામાં આવતું ન હોવાથી, દુ:ખીશ્યામ બાપા સર્કલથી ટોપ-૩ તરફ જતા જમણી તરફ સ્થળ પર થયેલ અંદાજીત ૯૫ મીટરનું ઉકઈનું કામ વર્ક એજન્સી દ્વારા સ્વખર્ચે દુર કરવામાં આવશે. આ ઉપરાંત નિર્મળનગર ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુની જગ્યામાં ફાયર વિભાગના સ્ટાફ માટેના કવાટર્સનું બાંધકામ ચાલુ છે.

કામની ચકાસણી અર્થે થયેલ આર.સી.સી. કામના જરૂરી ટેસ્ટીંગ વર્ક એજન્સીના ટેકનિકલ સ્ટાક્ની હાજરીમાં થયેલ "ટેસ્ટ" ના અમુક સેમ્પલમાં નબળી ગુણવત્તાના હોવાનુ બહાર આવ્યું છે. આ કામની વખતો વખત ચકાસણીના રીપોર્ટ અન્વયે "ટેસ્ટમાં ફેઈલ ગયેલ સ્લેબનો ભાગ તેમજ કોલમને સ્ટ્રકચરલ ઈજનેરનીસુપરવિઝન તેમજ સલાહ મુજબ તોડી નાખી રી-કાસ્ટ કરવા" વર્ષ એજન્સીને હુકમ કરવામાં આવ્યો હતો. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સિવિલ વર્કના અનુભવી હોવાથી તેઓએ બદલીના અંતિમ કલાકોમાં બંને કામોમાં કોઈપણ જાતની બાંધછોડ કર્યા વગર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપીને રોડ તેમજ સ્લીપ તોડીને નવો કરી આપવા માટે આદેશ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News