ઝોમેટો અને સ્વીગીમાંથી ઓર્ડરોનો ડેટા હોટેલ અને રેસ્ટોરન્ટ પર જીએસટીની તપાસ

  • December 12, 2023 06:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની પ્રતિષ્ઠિત હોટલો પર જીએસટી વિભાગ એ તવાઈ ઉતારી હતી. છેલ્લા બે દિવસથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરની હોટલો અને રેસ્ટોરન્ટમાં કરચોરી ઝડપી લેવા માટે જીએસટી વિભાગ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા તપાસ ચાલી રહી હતી. જીએસટીની રિસર્ચ ટીમ દ્વારા ઝોમેટો અને સ્વીગી માં આવતા ઓર્ડરો પરથી કઈ હોટલો દ્વારા જે તે ચોરી કરવામાં આવે છે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હોવાનું સ્ટેટ જીએસટી ના સુત્રો માંથી માહિતી સામે આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ જીએસટીની એનફોર્સમેન્ટ ટીમ સક્રિય રીતે મેદાનમાં ઉતરી છે અને જીએસટી ચોરીને ડામવા માટે કમર કસી છે. થોડા દિવસો પહેલા રાજકોટમાં ડ્રાયફ્રુટ ના વેપારીઓ ને ત્યાંથી કરોડો રૂપિયા ની જીએસટી ચોરી ઝડપી લીધી હતી ત્યારબાદ આ શનિ-રવિમાં જીએસટી વિભાગે હોટલ અને રેસ્ટોરન્ટ માં દરોડના ડંડા પછાડ્યા હતા. મળતી વિગત અનુસાર જીએસટી વિભાગ એ લોડર્સ, ટેનમપટેશન, મટુકી, સની પાજી કા ધાબા, ગ્રેટ પંજાબી ધાબા, દ્વારકાધીશ, સરગમ ફૂડ સહિત 10 જેટલી જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી હતી.

જી એસ ટી વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આ તપાસ નું મુખ્ય સેન્ટર રિસર્ચ ટીમના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં જીએસટીની રિસર્ચ ટીમની સામે એવી માહિતી આવી હતી કે જેમાં ઓનલાઇન ફૂડ કંપ્નીઓ દ્વારા સૌથી વધારે કઈ હોટલોમાં થી ફૂડ ડિલિવરી થાય છે.? ત્યારબાદ તેમાંથી સમગ્ર ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. આ ડેટા મુજબ અને થયેલી તપાસ મુજબ ચાર થી પાંચ નામાંકિત હોટલો માંથી કોઈપણ પ્રકારની વિસંગતતા જોવા મળી ન હતી. આ જાણીતી હોટલો દ્વારા ટેક્સ કોમ્પ્લાયસ બરાબર હતું. જ્યારે અમુક હોટલો દ્વારા બિલ પાડ્યા વગર સીધો રૂપિયાનો વ્યવહાર કરવામાં આવ્યો હતો અને જેના આધારે આ કરચોરી ઝડપી લેવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application