હિમાચલમાં વરસાદ, હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ, ૧૩૪ રસ્તાઓ બંધ

  • February 01, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાચલ પ્રદેશમાં આજે વરસાદ અને હિમવર્ષાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, પર્વતોમાં ભારે હિમવર્ષા અને ઘણા વિસ્તારોમાં વાદળછાયું વરસાદ થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે લાહૌલ–સ્પીતિ સહિત ચંબાના ઐંચા શિખરો પર હિમવર્ષા થઈ હતી. શિમલા, કાંગડા, લાહૌલ–સ્પીતિ, કિન્નૌર, ચંબા, કુલ્લુ, મંડી અને સિરમૌરના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ સમયગાળા દરમિયાન મેદાની અને નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત અનેક મેદાની વિસ્તારોમાં આંધી અને વીજળી પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જો કે, એક–બે ઐંચા પર્વતીય સ્થળોને બાદ કરતાં, ૨ ફેબ્રુઆરીએ હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. પરંતુ, ૩ ફેબ્રુઆરીએ હવામાન ફરી બગડશે અને રાયના ઘણા ભાગોમાં ૪–૫ ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા થશે. તે જ સમયે, વરસાદ અને હિમવર્ષાના કારણે, તાપમાનમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે.

રાજ્યમાં ૩૯૫ જેટલી વીજ યોજનાઓ ખોરવાઈ

હિમાચલ પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, તાજી હિમવર્ષાને કારણે ૪ રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેા સહિત ૧૩૪ રસ્તાઓ બધં કરી દેવામાં આવ્યા છે. રાયમાં ૩૯૫ જેટલી વીજ યોજનાઓ ખોરવાઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન. ચંબા, કાંગડા, કુલ્લુ, લાહૌલ–સ્પીતિ, કિન્નૌર અને શિમલા જિલ્લાના ઐંચા પર્વતોમાં હિમવર્ષા થઈ. હિમવર્ષાથી સૂકા સમયનો અતં આવ્યો છે અને ખેડૂતોને આશા છે કે દુષ્કાળ સમા થઈ ગયો છે. હિમવર્ષાએ શિમલા જિલ્લાના ખડાપથર, ટિક્કર, મંધોલ, નારકંડા અને ડોદરા કવાર વિસ્તારના ઐંચા વિસ્તારોમાં ખેડૂતોની આશા વધારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application