હવામાન વિભાગે આજે રાજકોટ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરત જિલ્લા માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે આ જિલ્લામાં પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 60 કિલોમીટર પહોંચવાની ચેતવણી આપી છે.
આવતીકાલથી વરસાદનું જોર નબળું પડશે
આવતીકાલથી રાજ્યના એક પણ જિલ્લામાં ભારે વરસાદ માટેનું ઓરેન્જ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાલથી વરસાદનું જોર ઘટશે અને તારીખ 10 સુધીમાં તે નહીવત થઈ જશે. દરમિયાનમાં બે દિવસ પછી ગરમીના પ્રમાણમાં વધારો થશે અને ત્રણથી પાંચ ડિગ્રી જેટલું તાપમાન ઊંચકાશે.
વરસાદની અનેક સિસ્ટમ હજુ એક્ટિવ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સર્ક્યુલેશન જેવી અનેક સિસ્ટમ હજુ એક્ટિવેટ હોવાથી ગુજરાત ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને તોફાની પવન ચાલુ છે. આગામી તારીખ 11 સુધી દેશના અનેક રાજ્યોમાં આવું વાતાવરણ રહેવાની હવામાન ખાતાની આગાહી છે.
વરસાદનું જોર બે દિવસ પછી તે સાવ નહીંવત થઈ જશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ માવઠાનું જોર ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને બે દિવસ પછી તે સાવ નહિવત થઈ જશે. માવઠાનો માહોલ વિખેરાયા પછી ગરમીના પ્રમાણમાં ગુજરાત સહિત દેશભરમાં વધારો થશે અને સરેરાશ ત્રણ થી પાંચ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન સાત દિવસમાં વધી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech