DLSA દ્વારા સંચાલિત કચેરીમાં ડેપ્યુટી લીગલ એઈડ કાઉન્સીલને એમ્પેનલ કરાશે
સુપ્રીમ કોર્ટ અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સીલની સ્થાપના કરવામાં આવી છે. જે વકીલો દ્વારા ડિફેન્સ તરીકે કેસો લડવામાં આવતા હોય છે. હાલમાં ખંભાળીયા ખાતે કાર્યરત એલ.એ.ડી.સી. કચેરીમાં બે ડેપ્યુટી લીગલ એઈડ કાઉન્સીલની જગ્યા હોય, તેમની નિમણૂક કરવા અંગેની યાદી બહાર પાડવામાં આવી છે.
જે અન્વયે ઈચ્છુક વકીલોએ આ જાહેરાત માટેની ગાઈડ લાઈનનો પૂર્ણ અભ્યાસ કરી, પોસ્ટની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 25 જુલાઈ સુધીમાં ડી.એક.એસ.એ. કચેરીમાં નિયત કરેલા અરજી ફોર્મમાં વિગતવાર માહિતી ભરી, જમા કરાવવાનું રહેશે.
લીગલ એઈડ ડિફેન્સ કાઉન કાઉન્સેલએ માત્રને માત્ર ક્રિમિનલ કેસો મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલતા કેસોથી લઈને સેશન્સ ટ્રાયેબલ કેસો ચલાવવા તેમજ જામીન અરજી, રિમાન્ડ અરજી જેવા તમામ પ્રકારના ક્રિમિનલ અરજીઓને લગતા કાર્યો આરોપી પક્ષે ચલાવવાના રહેશે. ઉપરાંત ડી.એલ.એસ.એ. કચેરી દ્વારા લીગલ અવેરનેસ અને આઉટરીચ એક્ટિવિટીમાં સહભાગી થવાનું રહેશે.
એલ.એ.ડી.સી.માં જ્યાં સુધી હોદ્દો ઘરાવે, ત્યાં સુધી ખાનગી વકીલાત બંધ રાખવાની રહેશે. ડેપ્યુટી ચીફ લીગલ એડ ડિફેન્સ કાઉન્સેલની જગ્યા ભરતી અન્વયે 20 સેશન્સ કેસો ચલાવેલા હોવા જોઈએ અને વકીલાત તરીકેનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તે ઉપરાંત વકીલનો ભૂતકાળમાં લીગલ એઈડ ક્ષેત્રની અવેરનેશ અને આઉટરીચ એક્ટિવિટી વિગેરેનો અનુભવ ધ્યાને લેવામાં આવશે.
આ એમ્પેનલમેન્ટ તદ્દન હંગામી ધોરણે કરવામાં આવનાર છે. પર્ફોર્મન્સ અને ગુણવત્તા આધારે નિયમ અનુસાર એક્સટેન્શન આપવામાં આવશે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સચિવની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech