વકીલો, કાયદા નિષ્ણાતોને જોડાવવા મુખ્ય જિલ્લા ન્યાયાધીશની અપિલ
ખંભાળિયામાં હકદાર વ્યક્તિઓને વિનામૂલ્યે અને સક્ષમ કાનૂની સેવા ઉપલબ્ધ કરાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લામાં તમામ ચાર તાલુકા કાનૂની સેવા સમિતિ ખાતે સિવિલ, ક્રિમિનલ, ફેમિલી મેટર્સ, જુવેનાઈલ, લેબર, ડ્રાફટીંગ અને કન્વેંસીંગ, રેવન્યુ, કન્ઝ્યુમર વિગેરે જેવી સક્ષમ વિષયોને આવરી લેતી સુદ્રઢ પેનલમાં જોડાવા ઇચ્છતા વકીલો જરૂરી ફોર્મ ખંભાળિયામાં આવેલું જિલ્લા અદાલત સ્થિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચેરીમાંથી મેળવીને તા. 31 જૂન સુધીમાં ભરીને આ કચેરીને જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે.
આ અંગેના ફોર્મ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખા તાલુકા અદાલત ખાતે લગત તાલુકા કાનૂની સેવા સમિતિ ખાતેથી પણ મેળવી શકાશે. ઈચ્છુક ઉમેદવાર વકીલોનો ત્રણ વર્ષનો પ્રેક્ટીસ કરતા હોવાનો અનુભવ હોવો આવશ્યક છે. પેનલ એડવોકેટ, રીટેનર એડવોકેટોને તેમની કામગીરી અનુસાર નાલસા અને સાલસા (NALSA/SLSA) ના નિયમોનુસાર માનદ વેતન સિવાય અન્ય કોઈ રકમ ચુકવવામાં આવશે નહી. જેમાં પેનલ એડવોકેટોને પ્રત્યેક કેસ દીઠ મહત્તમ રૂ. 30 હજારની મર્યાદાને ધ્યાનમાં રાખી પ્રત્યેક ઈફેક્ટીવ હીયરીંગ માટે રૂ. 1,000 તથા પ્રત્યેક નોન ઈફેક્ટીવ હીયરીંગ માટે રૂ. 500 ચૂકવવામાં આવશે. પરચૂરણ અરજીઓના ડ્રાફ્ટીંગ માટે રીઝોલ્યુશનમાં જણાવ્યા મુજબ પરચૂરણ ખર્ચ ચૂકવવામાં આવશે.
રીટેનર એડવોકેટને ડી.એલ.એસ.એ. કચેરીની ફ્રંટ ઓફીસ ખાતે ફરજ બજાવવા માટે પ્રતિ માસ 15,000 થી ઓછુ ન હોય તેટલું તથા TLSC કચેરીની ફ્રંટ ઓફીસ ખાતે ફરજ બજાવવા માટે પ્રતિ માસ 10,000 થી ઓછુ ન હોય તેટલું માનદ વેતન ચૂકવવામાં આવશે. જો રીટેનર એડવોકેટને કોઇ કેસ લીગલ એઈડ માટે સોંપવામાં આવશે. તો પેનલ એડવોકેટ તરીકે મળવા પાત્ર માનદ વેતન તેઓને અલગથી ચૂકવવામાં આવશે. રીસોર્સ પર્સન લીગલ એઈડ ક્લિનિકમાં કાનૂની સેવા આપવા તથા કાનૂની જાગૃતિ કાર્યક્રમ માં સેવા આપવા બદલ નિયુક્ત થયેલા વકીલને પ્રતિ દિન રૂ. 500 થી ઓછું ન હોય તેટલું માનદ વેતન ચૂકવવામાં આવશે. પેનલ એડવોકેટ, રીટેનર એડવોકેટ, રીસોર્સ પર્સનને માનદ વેતન નિયમોનુસાર વડી કચેરી તરફથી ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી ચુકવવામાં આવશે.
આ માનદ સેવા આપવા ઈચ્છતા તમામ વકીલો પેનલ એડવોકેટ (રીટેનર એડવોકેટ અને રીસોર્સ પર્સન) તરીકે જોડાવા માટે નજીકની તાલુકા અદાલત તથા જિલ્લા કક્ષાએ ખંભાળિયામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલતનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech