ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં નવેમ્બર માસના ત્રણ દિવસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા ૨૪ને રવિવારના રોજ મતદાન મથકોના બુથ પર નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ સહિતના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત યોજાનાર ખાસ ઝુંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે ૧૦ થી સાંજે ૫ સુધી બુથ લેવલ ઑફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહી સુધારા-વધારા કરાવ્યા હતા. આગામી તા.૦૧-૦૧-૨૫ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. સાથે યુવાજનો તા.૦૧-૦૧-૨૫થી ૦૧-૧૦-૨૫ દરમિયાન ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ ઍડવાન્સ ઍપ્લિકેશન કરી સંબંધિત ક્વાર્ટરમાં તેમનું નામ નોંધાવી શકશે.
આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે. વધુમાં ખાસ ઝુંબેશના દિવસો સિવાય તા. ૨૮-૧૧ સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકશે. સાથે જ જરૂર જણાયે અરજી પણ રજૂ કરી શકશે. આજના ખાસ ઝુંબેશના દિવસે મતદાન કેન્દ્રો પર નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા બુથ લેવલ ઑફિસર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી યોગ્ય દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારી સહિત રાજ્યના ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભારતના ચૂંટણી પંચની મતદારયાદીને લગતી માર્ગદર્શિકા અનુસારની કાર્યપ્રણાલીનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા તાલુકાના વિવિધ મતદાન મથકોની આકસ્મિક મુલાકાત પણ લેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના નૌકાદળની તાકાત વધશે, પીએમ મોદીએ રાષ્ટ્ર્રને ૩ સ્વદેશી યુદ્ધ જહાજ સોંપ્યા
January 15, 2025 03:25 PMઠંડીમાં ઘર વિહોણાઓને રેન બસેરામાં ખસેડવા મ્યુ.કમિશનર સુમેરાની ડ્રાઇવ
January 15, 2025 03:20 PMસોની બજારમાં દુકાન સહિત શહેરમાં મ્યુનિ.બાકીદારોની ૧૨ મિલકતો સીલ
January 15, 2025 03:19 PMમકરસંક્રાતિએ ૧૧૧ વીજ ફીડર ધબાય નમ:
January 15, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech