વેકેશન ખુલતા પહેલા શાળાઓના સીલ ખોલો; મનપામાં સંચાલકો ઉમટી પડયા

  • June 07, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં અિકાંડની ગોઝારી દુર્ઘટના બન્યા બાદ શહેરમાં અનેક શાળા સંકુલો અને ટુશન કલાસીસના સંકુલોમાં ફાયર સેફટીની સુવિધા નહીં હોવા મામલે તેમજ ફાયર એનઓસી નહીં હોવા સહિતના કારણોસર મહાપાલિકા તત્રં દ્રારા સીલ મારી દેવામાં આવ્યા છે. દરમિયાન આજે બપોરે શાળા સંચાલકો સેન્ટ્રલ ઝોન કચેરીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે ઉમટી પડા હતા, ટૂંક સમયમાં વેકેશન ખુલી રહ્યું હોય તે પહેલા શાળાઓને લાગેલા સીલ ખોલવા માંગણી કરી હતી જેના પ્રત્યુતરમાં નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ એવું સ્પષ્ટ્ર જણાવ્યું હતું કે યાં સુધી કેસ ટુ કેસ ચકાસણી નહીં થાય ત્યાં સુધી શાળાઓના વપરાશની મંજૂરી આપવામાં નહીં જ આવે.

દરમિયાન શાળા સંચાલકોની રજૂઆત સાંભળ્યા બાદ નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ તદ્દન સ્પષ્ટ્ર જવાબ આપતા જણાવ્યું હતું કે યાં સુધી શાળાઓમાં ફાયર સેફટની પૂરતી સુવિધાઓઉપલબ્ધ નહીં હોય તેમ જ ફાયર એનઓસી નહીં હોય ત્યાં સુધી એક પણ શાળાનું સીલ ખુલશે નહીં. તેમણે ઉમેયુ હતું કે જે તે શાળા સંકુલ કે ટુશન કલાસીસ ના સંકુલ ને મહાનગરપાલિકા દ્રારા સીલ મારવામાં આવ્યું હોય તે સીલ ખોલવા માટે અરજી અપાઈ ત્યારબાદ સક્ષમ અધિકારી દ્રારા કેસ ટુ કેસ દરેક સંકુલની સ્થળ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ સીલ ખોલવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સીલ ખોલ્યા બાદ પણ યાં સુધી ૨૦૨૩થી અમલી બનેલા ફાયર સેફટીના નવા નિયમો અનુસારનું ફાયર એનઓસી મેળવી ન લે ત્યાં સુધી શાળા સંકુલ કે ટુશન કલાસીસના સંકુલનો વપરાશ કરી શકાશે નહીં. બીજી બાજુ શાળા સંચાલકોએ એવી દલીલ રજૂ કરી હતી કે ટૂંક સમયમાં વેકેશન ખુલશે અને શિક્ષણકાર્ય શ કરવાનો સમય આવી જશે આથી તે પહેલા શાળા સંકુલોને લાગેલા સીલ ખોલી આપવામાં આવે તો આગળની પ્રક્રિયા થઈ શકે.

જોકે મ્યુનિસિપલ કમિશનર પોતાની વાતને વળગી રહ્યા હતા અને યાં સુધી શાળાઓમાં ફાયર સેફટીના નિયમો અનુસારની સુવિધાઓ અને ફાયર એનઓસી ન હોય ત્યાં સુધી વપરાશ માટેની પરવાનગી આપવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું. અમુક શાળા સંચાલકોએ એવું મુદ્દો પણ ઉપસ્થિત કર્યેા હતો કે ૨૦૧૯ના ફાયર સેફટી ના નિયમો મુજબની જરી સુવિધાઓ તેમણે નિર્માણ કરેલી છે તેના પ્રત્યુતરમાં કમિશનર કહ્યું હતું કે ૨૦૨૩ના લેટેસ્ટ નિયમો મુજબની ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ હોય અને ફાયર એનઓસી હોય તો જ શાળા સંકુલનો વપરાશ કરવા દેવામાં આવશે.
દરમિયાન શાળાઓ ઉપર ખડકેલા ડોમ મામલે તેમણે જણાવ્યું હતું કે નિયમ મુજબ સ્ટ્રકચર સ્ટેબિલિટીની ચકાસણી કરવી પડે અને સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવું પડે તેમજ જીડીસીઆરને સુસંગત છે કે નહીં તેની ચકાસણી ટીપી બ્રાન્ચ દ્રારા કરવામાં આવે ત્યારબાદ આ મામલે આગળની કાર્યવાહી થઈ શકે આવા મુદ્દે કોઈ જનરલ નિર્ણય ન થઈ શકે કેસ ટુ કેસ કાર્યવાહી થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application