ગુજરાત આહીર સમાજના પીઢ આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા એ ભાવનગર જીલ્લાના પ્રવાસે હતા. તે દરમિયાન જણાવાયુ હતું કે આહીર સમાજ વચનબદ્ધ અને કર્તવ્ય પરાયણ સમાજ છે બાળકોના શિક્ષણ સ્ત્રી કેળવણી અને ધંધા રોજગાર ક્ષેત્રે આ સમાજે સમય સૂચકતા દાખવી નોંધપાત્ર પ્રગતિ કરી છે.
રાજ્યના સરકારના પૂર્વ મંત્રી અને સમગ્ર આહીર સમાજના પીઢ નેતા જવાહર ચાવડાએ જણાવ્યું હતુ કે તેઓ ભાવનગર જિલ્લાના પ્રવાસે હતા રંઘોળા,ધોળા,વલ્લભીપુર, સિહોર શંખનાદ ફાર્મ,આહીર ક્ધયા છાત્રાલય ભાવનગર ઉપરાંત ઉંડવી રાજહંસ ફાર્મ ખાતે મુલાકાત લઈને સમાજના યુવાનો અગ્રણીઓ અને વિધાર્થીઓને રૂબરૂ મળ્યા હતા જિલ્લા ભરના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા માણાવદર પંથકના સ્થાનીક પ્રશ્નોની સતત ચિંતા કરતા મંત્રી જવાહરભાઈ ચાવડા તેમના વિસ્તારના ગામોના સરપંચો કાર્યકરો અને આગેવાનો સાથે સતત સંપર્કમાં રહી પ્રજાના પ્રશ્નોનું સચોટ અને સીધું નિરાકરણ અસરકારક રીતે થાય એ માટે હર હંમેશ સક્રીય રહેતા જોવા મળે છે.
ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન સૌ પ્રથમ રંઘોળા ખાતે વીર દેવાયત બાપા બોદર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને પ્રવાસની શરૂઆત કરી હતી રંઘોળા,ધોળા અને વલ્લભીપુર ખાતે સમાજના આગેવાનો અને યુવાનો સાથે બેઠક કરીને સિહોર મિલન કુવાડિયાના શંખનાદ ફાર્મ ખાતે હાજરી આપી હતી અહીં સિહોરના આહીર સમાજના યુવાનો વડીલો અને આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા કર્યા બાદ બા મહારાજ ની જગ્યાએ જીણારામ બાપુના આશીર્વાદ મેળવી દર્શનનો લાભ લીધો હતો.
ભાવનગર સ્વસ્તિક વિધા સંકુલ ખાતે પહોચી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહતિ કરતુ વક્તવ્ય આપ્યું હતુ અને ત્યાર બાદ ભાવનગર ખાતે કાર્યરત આહીર ક્ધયા છાત્રાલય ખાતેની દીકરીઓ સાથે શૈક્ષણિક ગોષ્ઠિ સંવાદ કર્યો હતો અને વિદ્યાર્થી કાળમાં છાત્રાલય અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવો એ પણ જીવનનું એક ઘડતર છે તેમ જણાવ્યું હતુ ત્યારબાદ જિલ્લા આહીર સમાજના પ્રમુખ રામભાઈ સાંગાના રાજહંસ ફાર્મ ઉંડવી ખાતે સમાજના આગેવાનો અને વડીલો સાથે બેઠક કરી ભોજન લીધું હતુ.
આ વેળાએ શિક્ષણ,ઉન્નત વિચારો અને પ્રગતિ માટેની ધગશ એ કોઈ પણ સમાજની મોટી મૂડી છે આહીર સમાજ વચનબદ્ધ અને કર્તવ્ય પરાયણ સમાજ છે બાળકોના શિક્ષણ,અને ધંધા રોજગાર ક્ષેત્રે આ સમાજે સમય સૂચકતા દાખવી નોંધપાત્ર પ્રગતિ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech