ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન ચિત્રકલા અને રસિકભાઈ હેમાણી ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન તારીખ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર શનિ-રવિ બંને દિવસ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજશે આ ઓપન ગુજરાત સ્પર્ધામાં ચિત્રકલાની અંદર ગુજરાતમાંથી બસોને પંચાણુ એન્ટ્રી આવેલી, અને ફોટોગ્રાફીમાં ગુજરાતમાંથી ત્રણ સોને પાંસઠ એન્ટ્રી આવેલી તેમાંથી ચિત્રકલામાં એક સોને દસ કૃતિ સિલેક્ટ થઈ છે જ્યારે ફોટોગ્રાફીની અંદર સો કૃતિ સિલેક્ટ થયેલી છે આ સિલેક્ટ કરેલી કૃતિઓનું પ્રદર્શન ઉપરની તારીખોએ ભાવનગરમાં યોજાશે આ પ્રદર્શનમાં કુલ ૬૦ હજાર રૂપિયાના ઇનામો આપવામાં આવશે આ આયોજન વિના મૂલ્યે કરવામાં આવેલ છે. અને કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે પ્રદર્શનના ઉદઘાટનમાં અભિમન્યુ જિંદાલ,ફોટો ઑફિસર લલિતકલા અકાદમી ન્યુ દિલ્હી,ભરતભાઈ પંડ્યા સિનીયર કલાકાર,ઉષાબેન પાઠક સિનીયર કલાકાર,તૃપ્તિબેન જોશી ગુજરાત ગૌરવ પુરુસ્કૃત જે.ડી.દેસાઈ સિનીયર ફોટોગ્રાફર સુમેન્દૃભાઈ સરવૈયા આંજનેય આર્ટ પ્રશાંતભાઈ માળી રાજ ગ્રાફીક્સ હાજર રહેશે ઉદ્ઘાટન તારીખ ૨૧ સપ્ટેમ્બરન શનિવારે સવારે ૧૦ કલાકે રહેશે જ્યારે ૨૨ તારીખે સાંજે ૬ વાગે ઇનામ વિતરણ કરવામાં આવશે મહેમાનો સીઈઓ અભિમન્યુ જિંદાલ ફોટો ઑફિસર લલિકકલા અકાદમી ન્યુ દિલ્હી,વિવેકભાઈ દેસાઈ મેનેજીગ ટ્રસ્ટી,નવજીવન પ્રેસ અમદાવાદ,હિમાચલભાઇ મહેતા-ભારતીય ખોરાક અને કલાના પ્રોત્સાહક,ગૌરવભાઈ શેઠ-શેઠ બ્રધર્સ,યશરાજભાઈ કામદાર-નાથ હિલ્સ,અને સતિષભાઈ મહેતા ડે.જનરલ મેનેજર એચ.આર.સુમિટોમો કં. વગેરેની હાજરીમાં ઇનામ વિતરણ કરવામાં આવશે. ગુજરાતના કલાકારોની કૃતિઓને જોવા માટે ભાવનગરની કલા પ્રિય જનતા શની અને રવિ બંને દિવસ સવારે ૧૦ થી ૧ અને સાંજે૪ થી ૮ ખૂલ્લુ રહેશે. ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રદર્શન નિહાળવા જાહેર અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech