ઓપન એઆઈ સીઈઓ સેમ ઓલ્ટમેન નવી મુશ્કેલીમાં છે. તેમના પર ખૂબ જ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ આરોપો તેમની જ બહેને લગાવ્યા છે. સેમ ઓલ્ટમેનની બહેને ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે, જેમાં તેના ભાઈ અને ઓપ્ન એઆઈના સીઈઓ પર લગભગ એક દાયકાથી તેનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો છે. એની ઓલ્ટમેને આરોપ મૂક્યો હતો કે સેમ ઓલ્ટમેને 1990ના દાયકાના અંતથી 2000ના દાયકાની શરૂઆતમાં મિઝોરીમાં તેણી સાથે દુર્વ્યવહાર કર્યો અને છેડતી કરી.
સોમવારે દાખલ કરાયેલા મુકદ્દમા મુજબ, કથિત દુરુપયોગની શરૂઆત તેણી 3 વર્ષની હતી ત્યારે થઇ હતી અને છેલ્લી ઘટના કથિત રીતે ત્યારે બની હતી જ્યારે સેમ પુખ્ત હતો પરંતુ તેની બહેન સગીર હતી. એની ઓલ્ટમેને અગાઉ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે સેમ ઓલ્ટમેને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
સેમ ઓલ્ટમેને, મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની માતા અને ભાઈઓ વતી એક નિવેદન પોસ્ટ કર્યું, અને દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થિતિ અમારા સમગ્ર પરિવાર માટે ખૂબ જ દુ:ખદ છે.
અમારું કુટુંબ એનીને પ્રેમ કરે છે અને તેની સુખાકારી વિશે ખૂબ જ ચિંતિત છે. માનસિક સ્વાસ્થ્યના પડકારોનો સામનો કરતા કુટુંબના સભ્યની સંભાળ રાખવી અતિ મુશ્કેલ છે. આપણે જાણીએ છીએ કે સમાન સંઘર્ષનો સામનો કરી રહેલા ઘણા પરિવારો આ સારી રીતે સમજે છે.
મિઝોરી રાજ્યના કાયદા હેઠળ, કોઈ વ્યક્તિ 31 વર્ષની ઉંમર સુધી બાળપણના જાતીય શોષણ માટે દાવો દાખલ કરી શકે છે. એની ઓલ્ટમેન નુકસાની માટે દાવો કરી રહી છે, દાવો કરે છે કે તેણીને ગંભીર ભાવનાત્મક તકલીફ થઈ છે અને તેણીની માનસિક સ્વાસ્થ્ય સારવાર સંબંધિત તબીબી બીલ વધી રહ્યા છે.
ેઉલ્લેખનીય છે કે બ્લૂમબર્ગે ગયા વર્ષે સેમ ઓલ્ટમેનની વ્યક્તિગત સંપત્તિ 2 બિલિયન ડોલર (રૂ. 17167 કરોડ) કરતાં વધુ હોવાનો અંદાજ મૂક્યો હતો, જેમાં વીસી ફંડ્સ અને સ્ટાર્ટઅપ રોકાણોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech