એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર દસ વિધાર્થીમાંથી એકને જ નોકરી મળશે

  • December 20, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં સૌથી આકર્ષક પ્રોફેશન તરીકે મેડિકલ અથવા એન્જિનિયરિંગના નામ લેવામાં આવે છે, પરંતુ જોબ શોધવામાં એન્જિનિયરિંગની ડિગ્રી ઉપયોગી રહી નથી. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં એન્જિનિયરિંગના જેટલા ગ્રેયુએટ બહાર પડે છે તેમાંથી માત્ર ૧૦ ટકાને જોબ મળી શકશે. એટલે કે દર ૧૦માંથી માત્ર એક એન્જિનિયર જોબ મેળવી શકશે. આ વર્ષે દેશમાં ૧૫ લાખ યુવાનો એન્જિનિયર થશે જેમાંથી ૧.૫૦ લાખની આસપાસને પોતાના ફિલ્ડમાં જોબ મળશે. બાકીના લોકોએ પોતાના ફિલ્ડની બહાર કામ શોધવું પડશે.


અત્યારે મોટા ભાગના બિઝનેસ આર્થિક નરમાઈનો સામનો કરી રહ્યા છે ત્યારે એન્જિનિયરો માટે સારી જોબ શોધવી મુશ્કેલ છે. આઈટી કંપનીઓમાં પણ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે હાયરિંગમાં ૩૫થી ૪૦ ટકાનો ઘટાડો થવાની શકયતા છે. ભારતમાં કોવિડ અગાઉ ૧.૬૦ લાખ જેટલા એન્જિનિયરને હાયર કરવામાં આવતા હતા. આગામી વર્ષે ફરીથી તે આંકડો આવી જાય તેવી શકયતા છે. ચાલુ વર્ષમાં ૨.૩૦ લાખ એન્જિનિયરોને જોબ પર હાયર કરવામાં આવ્યા હતા.


હાલમાં કંપનીઓ ફ્રેશરને ભરતી કરવામાં ખચકાય છે. મોટા ભાગની કંપનીઓ ૭થી ૧૨ વર્ષનો અનુભવ હોય તેવા મિડ લેવલના કર્મચારીઓને હાયર કરે છે. ફ્રેશરને ભરતી કરવામાં આવે તો તેમને તાલીમ આપવામાં છ મહિના લાગી જતા હોય છે. તેના કરતા તેઓ અનુભવીઓને જ ભરતી કરે છે.
ભારતમાં બિઝનેસ જગતમાં નવા ફેરફાર આવ્યા છે તેના કારણે પણ એન્જિનિયરોની ભરતીને અસર થવાની છે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં ફ્રેશરની ભરતીનો આંકડો ૪ લાખ સુધી પહોંચી ગયો હતો. ત્યાર પછી ભરતી ઘટી છે અને એટ્રીશન દર ૩૦ ટકાની ઉપર ગયો છે. હવે એટિ્રશન દર ઘટો છે અને ૧૬થી ૧૮ ટકાની આસપાસ છે કારણ કે જોબ મળવી મુશ્કેલ છે.


જોકે, એન્જિનિયરિંગ ગ્રેયુએટસ માટે આવી ચેલેન્જિંગ સ્થિતિ વચ્ચે પણ કયાંક આશાના કિરણ દેખાય છે. હાલમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને નોન–ટેકનોલોજી સર્વિસિસમાં જોબની તક છે. ખાસ કરીને બેન્કિંગ, ફાઈનાન્સ, ઈન્શ્યોરન્સ સર્વિસમાં જોબ મળી શકે છે. આ ઉપરાંત રિટેલ, મીડિયા, કન્યુમર બિઝનેસ, લાઈફ સાયન્સિસ, હેલ્થકેર, એન્જિનિયરિંગ માં એન્ટ્રી લેવલના હાયરિંગમાં વધારો થયો છે. પરંતુ તેમાં સ્કીલ જોવામાં આવે છે. એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી પણ લોકો સીધા રોજગારી મેળવવા માટે લાયક નથી હોતા. લગભગ ૪૫ ટકા એન્જિનિયરો ઈન્ડસ્ટ્રીની જરિયાત પ્રમાણે તાલીમબદ્ધ હોતા નથી તેમ એકસપર્ટ જણાવે છે. એકસપર્ટ જણાવે છે કે એન્જિનિયરિંગ ગ્રેયુએટસે સારી જોબ મેળવવી હોય તો પોતાની સ્કીલમાં સતત સુધારો કરવો જોઈએ અને કંઈક નવું શીખતા રહેવું જોઈએ. તેઓ ડેટા સાયન્સ, મશીન લનિગ અને સાઈબર સિકયોરિટીમાં પોતાની સ્કીલ વધારી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application