ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ અંતર્ગત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સલગ્ન કોલેજોમાં પ્રવેશ આપવાની ગયા શૈક્ષણિક વર્ષથી શરૂ કરવામાં આવેલી નવી પદ્ધતિને સતત બીજા વર્ષે નિષ્ફળતા મળી છે. પ્રથમ વર્ષે મળેલી નિષ્ફળતા પછી જે ભુલો થઈ હતી તેમાંથી અનેક ભૂલ સુધારીને ફેરફારો કરવામાં આવ્યા છે .પરંતુ આમ છતાં હજુ ઘણી ખામી હોવાના કારણે આ વર્ષે પણ સરકારી યુનિવર્સિટી સલગ્ન કોલેજોમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહે તેવી ભીતિ કોલેજ સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે.
15 સરકારી યુનિવર્સિટીઓમાં અન્ડર ગ્રેજ્યુએટની કુલ 4,71,710 બેઠક છે. પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા પછી તારીખ 29 મેના રોજ સીટ એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તારીખ 31 મે સુધીમાં જે તે વિદ્યાર્થીઓએ કોલેજમાં જઈને અસલ પ્રમાણપત્રો બતાવી એડમિશન કન્ફર્મ કરવાનું હતું. પ્રથમ રાઉન્ડના અંતે 3,80587 વિદ્યાર્થીઓને પ્રવેશ ઓફર કરાયા હતા તે પૈકી તારીખ 31 મે સુધીમાં 59271 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હોવાનું જાહેર કરાયું છે.
સરકારી 15 યુનિવર્સિટીમાં 4,71,710 સીટ ઉપલબ્ધ છે તે સામે જીકાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખ 10 હજારની છે. આમ ઉપલબ્ધ સીટ કરતા 50% જેટલું જ રજીસ્ટ્રેશન થયું છે અને તેમાં પણ સીટ એલોટમેન્ટ પછી એડમિશન કન્ફર્મ કરવાનું પ્રમાણ ઘણું ઓછું છે. એડમિશન માટેના હજુ ત્રણ રાઉન્ડ યોજવાના છે પરંતુ તેમાં ખાસ વધુ ફેરફાર પડે તેવી શક્યતા ઓછી હોવાનું કોલેજ સંચાલકો જણાવી રહ્યા છે.
સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલા કોલેજ સંચાલકોના જણાવ્યા મુજબ ખાનગી યુનિવર્સિટીઓમાં માત્ર ડિજિટલ પ્રમાણપત્રના આધારે એક જ ધક્કામાં એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. જ્યારે જીકાસ પોર્ટલ મારફત એડમિશન મેળવનાર વિદ્યાર્થીને ચારથી પાંચ ધકકા ઓછામાં ઓછા થાય છે. આ વખતે પોર્ટલ પર રજીસ્ટ્રેશન પછી કોલેજોને એડમિશન માટે મેરીટ લીસ્ટ જાહેર કરીને પ્રવેશ આપવા માટે છૂટ આપીને આ કામગીરીનું વિકેન્દ્રીકરણ કર્યું છે. પરંતુ તારીખ 29 મે ના રોજ જ્યારે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે પોર્ટલ પર એડમિશન ઓફર કરતી જાહેરાત કરી ત્યાર પહેલા બે દિવસ અગાઉ અમુક ખાનગી કોલેજોએ આ બાબત જાહેર કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાદાનગરના કોરોના પોઝિટીવ દર્દીનું બ્રેઇનડેડથી નિપજ્યુ મોત
June 05, 2025 03:17 PMસાઇબર ક્રાઇમના ગુન્હામાં હિરલબા જાડેજાની જામીન અરજી ફગાવાઇ
June 05, 2025 03:16 PMજી.ટી.યુ. દ્વારા લેવાયેલી પરીક્ષાના પ્રશ્ર્નપત્રમાં થયા છબરડા
June 05, 2025 03:14 PMપાટણથી ગુમ થયેલો યુવાન ભાવનગરમાંથી મળી આવ્યો
June 05, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech