મિલકત વેરો ભરવામાં સરકારી સંસ્થાઓની જ દાંડાઈ : સૌથી વધુ સૌરાષ્ટ્ર યુનિ.નો ₹8 કરોડનો વેરો બાકી, પી.ડી.યુ મેડિકલ કોલેજ, BSNL કચેરી સહિતના વેરો પણ બાકી

  • March 03, 2023 02:30 PM 

નાણાકીય વર્ષ ગણાતો માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેમના વેરા બાકી છે તેમની પાસેથી કડક ઉઘરાણી શરૂ કરી દીધી છે જે મિલકત ધારકો વેરા ન ભરે તેમની મિલકતો પણ સીલ કરવામાં આવી રહી છે જોકે અહીંયા ખાટલે મોટી ખોટ કે પાયો જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ખુદ સરકારી મિલકતોના જ વેરા બાકી છે રાજકોટમાં આશરે સરકારી મિલકતોના 20 કરોડ રૂપિયા જેટલા અધ્ધર રકમના વેરા બાકી છે.. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધુ 8 કરોડ રૂપિયાનો વેરો બાકી છે છેલ્લા ચાર વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વેરો ફરવામાં નથી આવ્યો. જોકે આ અંગે મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેરો પડશે કે નહીં તે બાબતે અંસ મંજસ પ્રવૃત્તિ હતી એટલા માટે આવ્યો નથી ભરાયો જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપરાંત સરકારી મેડિકલ કોલેજ સરકારી હોસ્પિટલ બી એસ એન એલ કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગની હસ્તક આવતી તમામ ઇમારતના વેરા બાકી છે આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં આ સરકારી કચેરીઓની ગ્રાન્ટ આવતી હોવાથી તેમને તમામ સરકારી કચેરીઓ માર્ચ મહિના સુધીમાં વેરો ભરી દેશે તેવી આશા છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application