રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા ૨૦થી વધુ વિભાગના ૧૧૫૦ બેડ વચ્ચે માત્ર ૨ આઈસીએન (ઇન્કફેશન કંટ્રોલ નર્સ) તરીકે ફરજ બજાવી રહ્યા છે. જયારે ઝનાનામાં ૫૦૦ બેડની સામે ૨ આઈસીએન ફરજ બજાવી રહ્યા છે. આ જોતા વોર્ડમાં ઇન્ફેકશન રોકવા સહિતની કામગીરી કઈ રીતે કરવામાં આવતી હશે એ જાતે જ અંદાજો લગાવી શકાય છે.
પીડીયુમાં આઈસીએનની જગ્યા છેલ્લા ઘણા સમયથી ભરવામાં આવી નથી જેના કારણે વોર્ડમાં જરી તકેદારી રાખવામાં આવતી ન હોવાનું ખુદ સુપ્રિન્ટેન્ડેન્ટની વિઝીટ દરમિયાન પણ સામે આવ્યું છે. એમ છતાં આજસુધી આઈસીએનની નિમણુકં કરવામાં આવી નથી.
નિયમ મુજબ ૫૦ બેડએ એક આઈસીએન (ઇન્કફેશન કંટ્રોલ નર્સ)ને જવાબદારી આપવાની હોય છે જયારે પીડીયુમાં ૫૨૫ બેડએ એક આઈસીએન જવાબદારી સંભાળી રહ્યા છે. જયારે ઝનાનામા ગાયનેક અને પીડીયામાં ૫૦૦ બેડએ બે આઈસીએન એટલે ૨૫૦ બેડએ એક આઈસીએન ફરજ બજાવી રહ્યા છે. સૌથી વધુ પીડીયુમાં વિભાગ અને દર્દીઓનો લોડ વધુ જોવા મળે છે એમ છતાં માત્ર બે જ આઈસીએન હોવાથી એક વોર્ડમાં માંડ ૧૫ દિવસે રાઉન્ડ લેવામાં આવતો હોય તો નવાઈ કહી શકાય નહીં. જો કે આઈસીએનનું કામ જોવાની જવાબદારી જેમની નક્કી કરવામાં આવી છે તે આઇસીઓ (ઇન્ફેકશન નસગ ઓફિસર) પણ આઈસીએનની કામગીરી નિયમ મુજબ અને નિયત સમય પર ચકાસવાની તસ્દી લેવાને બદલે નરોવા કુજોરવાની જેમ બેજવાબદારી દાખવી રહ્યાનું આ પરથી જણાઈ આવે છે.
ત્યારે કોઈ વોર્ડમાં દર્દીઓને બેજવાબદારીનું ઇન્ફેકશન લાગે એ પૂર્વે પીડીયુમાં આઈસીએન (ઇન્ફેકશન કન્ટ્રોલ નર્સ)ની નિમણુકં કરી રેગ્યુલર રાઉન્ડ લેવામાં આવે એ દર્દીઓ અને હોસ્પિટલના હિતમાં જરી છે
આઈસીએનની મૂળભૂત કામગીરી ઓછી બીજું કામ વધુ
આઈસીએન એટલે નસગ ઓફિસમાં બેસીને કામ કરવું એવું જ મોટાભાગના નસગ કમર્ચારીઓ માની રહ્યા છે. પરંતુ વાસ્તવમાં આઈસીએનની જવાબદારી તેમને ફાળવેલ વિભાગના વોર્ડમાં ક્રમશ: રાઉન્ડ લેવાની સાથે વોર્ડમાં બાયોવેસ્ટની વ્યવસ્થા, સફાઈ, સ્ટાફ નર્સના યુનિફોર્મની ચકાસણી, દર્દીમાં કોઈ ઇન્ફેકશન જોવા મળે તો તેની જાણ આઇસીઓને કરી તબીબી માર્ગદર્શન મેળવીને ઇન્ફેકશન નિયંત્રણ કરવું, ઓટી, આઇસીયુની વિઝીટ, પીવાના પાણીનું ટેસ્ટિંગ સહિતની મુખ્ય જવાબદારી હોઈ છે પરંતુ આવી કામગીરી ઓછી અને ઓફિસમા ટેબલ વર્ક વધુ કરવામાં આવી રહ્યું છે.
નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટની ઢીલી પકડથી કામચોરી વધી
સિવિલ હોસ્પિટલ અને ઝનાના (એમસીએચ) બ્લોકમાં છેલ્લા કેટલાક સમયથી નસિગ સ્ટાફની ફરજને લઈને અનેક વિવાદો અને વિખવાદ ચાલી રહ્યા છે. કેટલાક નસગ સ્ટાફની કામચોરીના કારણે નિા પૂર્વક ફરજ બજાવતો સ્ટાફ પણ બદનામ થઇ રહ્યો છે. નસગ કર્મચારીઓ ઉપર જવાબદારોની કડક લગામ ન હોવાથી આ સ્થિતિ ઉભી થઇ હોવાનું મનાઈ રહ્યું છે.
હોસ્પિટલ ઇન્ફેકશન કંટ્રોલ કમિટી અજાણ કે આખં મિચામણાં?
હોસ્પિટલ ઇન્ફેકશન કંટ્રોલ કમિટીના પ્રોટોકોલ મુજબ ચેર પર્શન તરીકે સંસ્થાના વડા સુપ્રિન્ટેન્ડેન્ટ, સેક્રેટરી તરીકે માઈક્રોબાયોલોજી વિભાગના હેડ, ઇન્ફેકશન કંટ્રોલ ઓફિસર તરીકે ફેકલ્ટી, કવોલિટી કોર્ડીનેટર સર્જરી વિભાગના વડા, આરએમઓ, મેડિસિન, ઇએનટી, ઓર્થેાપેડિક, ઓપથલ્મોલોજી, એનેસ્થેસીયા, ગાયનેક, પીડિયાટિ્રક વિભાગના વડા, નસિગ સુપ્રિટેન્ડેન્ટ, એએચએ, આઈસીએન, ચીફ ફાર્માસીસ્ટ, બાયોમેડિકલ એન્જીનીયર, સેનેટરી ઇન્સ્પેકટર, એચ આર મેનેજરનો સમાવેશ થાય છે. કમિટીમાં આટલા સભ્ય હોવા છતાં હોસ્પિટલમાં આઈસીએનની ભરતી બાબતે જાણે સૌ કોઈ અજાણ હોય તેમ હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech