રૂખડિયા કોલોનીના આધેડ સાથે રૂપિયા ૩.૮૦ લાખનું ઓનલાઇન ફ્રોડ

  • March 12, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ખડીયા કોલોની વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરનાર આધેડના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા .૨.૩૧ લાખ બારોબાર ઉપાડી લઇ અને તેમના એફડી એકાઉન્ટમાંથી ઓનલાઇન લોન લઇ કુલ . ૩.૮૦ લાખની રકમનું ઓનલાઇન ફ્રોડ થયા અંગેની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ખડિયા કોલોની વાયરલેસ સ્ટેશનની સામે રાજીવનગરમાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર રણજીતભાઈ પુનાભાઈ જાખેલીયા(ઉ.વ ૪૬) દ્રારા સાઇબર ક્રાઇમપોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેનેરા બેન્કના રાહત્પલ બેનર્જી નામના ખાતાધારકનું નામ આપ્યું છે.

આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને એસબીઆઇ બેંક જવાહર રોડ સિવિલ ચોકની શાખામાં બેન્ક એકાઉન્ટ આવેલું છે. ગત તારીખ ૨૨૭૨૦૨૩ ના તેઓ એટીએમએ પૈસા ઉપાડવા માટે ગયા હતા. પરંતુ પૈસા નહીં ઉપડતા બેંક ખાતે જઇ બ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના ખાતામાંથી ઓનલાઈન પિયા ૨.૩૦ લાખ અને પિયા ૧૯૯૦ ઉપડી ગયા છે. જેથી તેમણે બેંકમાં જણાવ્યું હતું કે, હત્પં ઓનલાઇન સર્વિસનો ઉપયોગ જ કરતો નથી જેથી મારા પિયા મને આપો અથવા મારી ફરિયાદ નોંધી લો પરંતુ બેંકમાંથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો બાદમાં તેમણે સાઇબર ક્રાઇમમાં ફોન કરી ફરિયાદ કરી હતી.

બે–ત્રણ દિવસ બાદ પિયાની જર હોય તેમણે પોતાના એફ.ડી એકાઉન્ટમાં રહેલા પૈસા ઉપાડવા બેંક ખાતે જતા જાણવા મળ્યું હતું કે, એફ.ડી એકાઉન્ટમાંથી ઓનલાઈન ઓડી લોન એકાઉન્ટ બન્યું છે અને પિયા ૬૪,૦૦૦ ઉપાડી લેવામાં આવ્યા છે તેમજ ઓનલાઇન ઓડી લોન માંથી પિયા ૨૫૦૦૦ અને પિયા ૪૫,૫૦૦ પણ ઉપાડી લેવામાં આવ્યા છે જે બાબત બેંકને કહેતા ફરી ફરિયાદ કરવાનું કહ્યું હતું જેથી તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજ દિન સુધી તેમના ઓનલાઈન ઓડી એકાઉન્ટમાંથી પિયા ૭૦,૬૦૩ અને ઓડી લોન એકાઉન્ટ માંથી પિયા ૭૭ ૯૨૪ બાકી બોલે છે અને સેવિંગ એકાઉન્ટમાંથી પિયા ૨,૩૧,૯૯૦ ઓનલાઇન ઉપડી ગયા છે. આમ કુલ ૩,૮૦,૫૧૭ નું તેમની સાથે ઓનલાઇન ફ્રોડ થયું હોય તેમણે આ ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ દિપક પંડિતે ગુનો દાખલ કર્યેા હતો. આ અંગે વધુ તપાસ પી.આઈ કે.જે.મકવાણા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application