BREAKING NEWS

વડાપ્રધાનની અપીલ બાદ શાળાઓમાં ઓનલાઈન વર્ગેા શરૂ થવાની શકયતા

  • May 12, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શ કરવા માટે કરેલી અપીલ બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે આ દિશામાં ગંભીરતાથી વિચારણા શ કરી છે. જૂન માસથી શ થતા નવા શૈક્ષણિક સત્રથી રાયમાં ઓનલાઈન વર્ગેા ફરી શ થાય તેવી પૂરેપૂરી શકયતા છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી દરમિયાન રાયના વિધાર્થીઓ અને શિક્ષકો ઓનલાઈન શિક્ષણ પદ્ધતિથી ટેવાયેલા હોવાથી તેનો અમલ કરવામાં વહીવટી મુશ્કેલી ઓછી પડશે. હાલમાં નવા સત્રને એક મહિના જેટલો સમય બાકી હોવાથી વિભાગ પાસે પૂરતો આયોજન સમય છે.વિભાગમાં અત્યારે એ બાબતે છણાવટ ચાલી રહી છે કે ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વર્ગેા ઓફલાઈન રાખવા અને બાકીના ધોરણોમાં ઓનલાઈન પદ્ધતિ અપનાવવી. વડાપ્રધાને ગુજરાત મુલાકાત વખતે સંકટના સમયમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવા માટે આ સૂચન કયુ હતું. આગામી સાહના અતં સુધીમાં જિલ્લાઓ પાસેથી સૂચનો મંગાવીને આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણની ઉપયોગિતા સમગ્ર વિશ્વે અનુભવી હતી. તે સમયગાળા દરમિયાન ટેકનોલોજીએ શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણપણે થંભી જતાં બચાવી હતી. હવે તે અનુભવને સ્થાયી માળખામાં પરિવર્તિત કરવાની જરિયાત છે જેથી ભવિષ્યમાં પણ શિક્ષણ વ્યવસ્થા વધુ સશકત બની રહે. તેમણે શિક્ષકોને પણ નવી ડિજિટલ પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યેા હતો. આધુનિક શિક્ષણમાં માત્ર પાઠપુસ્તકો પૂરતા નથી રહેતા; ઇન્ટરેકિટવ કન્ટેન્ટ, વિડિયો આધારિત અભ્યાસ, ડિજિટલ પરીક્ષણો અને વચ્ર્યુઅલ ચર્ચાઓ દ્રારા વિધાર્થીઓમાં સમજણ અને સર્જનાત્મકતા બંને વિકસે છે. આ સાથે, ગ્રામિણ અને આર્થિક રીતે નબળા વર્ગના વિધાર્થીઓ સુધી ઈન્ટરનેટ અને ડિજિટલ સાધનો પહોંચાડવાની જરિયાત પર પણ ભાર મૂકાયો હતો. કારણ કે ઓનલાઈન શિક્ષણની સફળતા માત્ર પ્લેટફોર્મ બનાવવાથી નહીં, પરંતુ દરેક વિધાર્થી સુધી તેની સમાન પહોંચ સુનિશ્ચિત કરવાથી જ સંભવ બને છે. શિક્ષણવિદોના મતે, આ પહેલ ભારતની નવી શિક્ષણ નીતિ સાથે પણ સંકળાયેલી છે, જેમાં ટેકનોલોજી આધારિત શિક્ષણ, કુશળતા વિકાસ અને વૈશ્વિક સ્તરની શૈક્ષણિક સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જોકે કેટલાક નિષ્ણાતો એ પણ સૂચવે છે કે ઓનલાઈન શિક્ષણ પર અતિનિર્ભરતા સામાજિક અને પ્રાયોગિક અભ્યાસના અનુભવને મર્યાદિત કરી શકે છે, તેથી પરંપરાગત અને ડિજિટલ શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવું આવશ્યક રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application