રૂ. 10 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

  • August 13, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રકમ 3 માસમાં ન ચુકવે તો વધુ 6 માસની સજા ફરમાવતી અદાલત

જામનગરમાં રહેતા સાગર મેટલ કોર્પોરેશનના માલિક ભરતભાઇ સુરેશભાઇ દુલાણીએ પોતાના મિત્ર અશોક ધીભાઇ બેડીયાને ધંધા માટે નાણાકીય જરીયાત ઉભી થતા એક માસ માટે હાથઉછીના રૂ. 10 લાખ આપેલ હતા અને તે પેટે આરોપીએ રૂ. 10 લાખનો ચેક આપેલ અને ચેક આપતી વખતે ખાત્રી અને ભરોસો આપેલ કે ચેક જમા કરાવતા ચેક મુજબની રકમ મળી જશે તે મુજબ ફરીયાદીએ પોતાની બેંકમાં ચેક જમા કરાવતા ચેક પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવરના શેરરા સાથે પરત ફરેલ હતો.


ત્યારબાદ ચેક મુજબની રકમ દિન-15માં પરત ચુકવી આપે તે મુજબની ફરીયાદીએ વપકીલ મારફત નોટીસ મોકાલાવેલ, જે નોટીસ બજી જતા આરોપીએ નોટીસનો જવાબ આપેલ ન હોય જેથી ભરતભાઇ દુલાણીએ જામનગરની અદાલતમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો, અને તે કેસ જામનગરના પાંચમા એડીશ્નલ ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંકન કરી ફરીયાદીના વકીલની તમામ દલીલો ઘ્યાને રાખી આરોપી અશોક ધીભાઇ બેડહીાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રમેન્ટ એકની કલમ 138 મુજબ એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ. 10 લાખ 3 માસમાં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવેલ જો હકુમનુ પાલન કરવામા નિષ્ફળ જાય તો આરોપીને વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરવામા આવેલ છે તથા આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેલ ન હોય જેથી એસપી મારફત પકડ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ છે.


ફરીયાદી ભરતભાઇ સુરેશભાઇ દુલાણી તરફે ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ ફટાણીયા, ઘ્વનીશ જોશી, અલ્ફાઝ મુંદ્રા, અશ્ર્વીન સોનગરા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application