વડોદરા હરણી બોટકાંડના એક વર્ષ પછી મૃતકોના પરિવાર માટે વળતરની રકમ નક્કી થઈ, 12 બાળક અને બે શિક્ષિકાના થયા હતા મોત

  • February 07, 2025 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરા હરણી બોટકાંડના એક વર્ષ પછી મૃતકોના પરિવારજનોને વળતરની રકમ નક્કી કરવામાં આવી છે. તમામ મૃતક બાળકના પરિવારને વળતર પેટે રૂ. 31,75,700 આપવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. આ ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયા હતા.  હાઈકોર્ટની અરજીના આધારે તમામ મૃતક બાળકના પરિવારજનોને વળતર પેટે રૂ. 31,75,700 તથા બે શિક્ષિકાના પરિવારને અનુક્રમે રૂ. 11,21,900 અને રૂ. 16,68,209 તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50,000-50000નું વળતર આપવામાં આવે છે. આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજીની દાખલ તારીખથી વસૂલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે. 


શું હતી સમગ્ર ઘટના
વડોદરા શહેર માટે કલંકરૂપ તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી વડોદરા હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. 14 લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 18 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા હતા. બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં 7 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું.​​​​​​​


તમામ આરોપીઓનું લિસ્ટ


  1. નયન ગોહિલ
  2. ભીમસિંગ યાદવ
  3. શાંતિલાલ સોલંકી
  4. અંકિત વસાવા
  5. વેદ પ્રકાશ યાદવ
  6. રશ્મિકાંત પ્રજાપતિ
  7. બિનિત કોટિયા
  8. ગોપાલદાસ શાહ
  9. પરેશ શાહ
  10. જતીન દોશી
  11. તેજલ દોશી
  12. નેહા દોશી
  13. નિલેષ જૈન
  14. અલ્પેશ ભટ્ટ
  15. દીપેન શાહ
  16. ધર્મિલ શાહ
  17. વત્સલ શાહ
  18. વૈશાખી શાહ
  19. નૂતન શાહ
  20. ધર્મિન ભટાણી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application