વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2ની હાલત ગંભીર છે. આ ઘટનાને પગલે પોલીસ આરોપી કારચાલક રક્ષિત રવિશ ચોરસિયા (વારાણસી, ઉત્તર પ્રદેશ) અને તેની બાજુમાં બેઠેલા મીત ચૌહાણની પણ ધરપકડ કરી છે. કારચાલક રક્ષિત ચોરસિયા એમ.એસ.યુનિવર્સિમાં કાયદાનો જ્યારે મીત ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
ફોક્સવેગન વર્ચસ કાર આરોપી કાર ચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર મીત ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે, એ ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ.... જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે.
મૃતક હેમાલીબેન પટેલ ધુળેટી માટે કલર લેવા નીકળ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષના જૈની, 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની અજાણી બાળકી તેમજ અજાણ્યા 40 વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે. સાસંદ ડો. હેમાંગ જોશી, કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલમાં પહોંચી મૃતકનાં પરિવારજનોને સાંત્વના આપી હતી. તે સાથે ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે તબીબોને સુચના આપી હતી.
આ ઘટનામાં મૃત્યુ પામેલા હેમાલીબેન પટેલના પતિ પુરવ પટેલ (ઉં.વ.36)ની હાલત પણ ગંભીર છે. તેમની હાલ ન્યૂ સર્જીકલ વિભાગમાં સારવાર ચાલી રહી છે.હાલમાં તેમને પેટના ભાગે ફેફસાં અને માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech